ટીવી કલાકારોએ વરસાદની સીઝનમાં સ્કિનકેર સિક્રેટ્સ શેર કર્યા!
મોન્સૂન ઘણા બધા માટે ફેવરીટ સીઝન છે, પરંતુ તે સ્કિનકેરના પડકારો પણ જોડે લાવે છે. વધતો ભેજ અને ભિનાશ ખીલથી લઈને ત્વચાના ડિહાઈડ્રેશન સહિત ઘણી બધી સમસ્યાઓ પણ લાવે છે.
આથી ત્વચાને ખુશ, હૃષ્ટપુષ્ટ અને ચમકતી રાખવા માટે એન્ડટીવીના કલાકારો મોન્સૂનમાં ત્વચાસંભાળ માટે તેમની ગોપનીય રાખેલી સિક્રેટ વિશે જાણકારી આપે છે. આમાં ગીતાંજલી મિશ્રા (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન), મનીષા અરોરા (મહુઆ, દૂસરી મા) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ તરીકે ગીતાંજલી મિશ્રા કહે છે, “મારી ત્વચા મોન્સૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ સંવેદનશીલ બની જાય છે. તે ચીકણી બને છે, જેને લીધે ખીલ પેદા થાય છે, ક્લોગ્ડ પોર્સ, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સમાં પરિણમે છે.
આને નાથવા માટે ઘરેલુ ઉપાયોમાં હું દાડમના બીજમાંથી બનાવેલું ફેસ પેક ઉપયોગ કરું છું, જે એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી જેવા એન્ટી- એજીઈંગ સામગ્રીઓમાં સમૃદ્ધ હોય છે, જે ભૂખરી ત્વચાનો કાયાકલ્પ કરે છે. હું બે નાની ચમચી દાડમના બીજ અને એક કપ કાચા ઓટ્સ મિક્સ કરીને બાઉલમાં નાખું છું, જેમાં બે મોટી ચમચી મધ અને છાશ નાખું છું. મારા ચહેરા પર લગાવીને છોડી મિનિટ રાખી મૂકીને પછી ધોઈ નાખું છું. તેનાથી મૃત ત્વચાના કોષો દૂર થાય છે, જેને લીધે ત્વચાનો કાયાકલ્પ થાય અને વધુ પડતી ચિકાશ દૂર થાય છે.”
દૂસરી માની મનીષા અરોરા ઉર્ફે મહુઆ કહે છે, “મોન્સૂન એટલે સુખદ લાગણી અને નિસર્ગના સાંનિધ્યમાં વરસાદમાં ભીંજાવાની મોજમસ્તી. જોકે આ બધાથી તમારી ત્વચા પર પણ અસર થઈ શકે છે, જેથી તેનું રક્ષણ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. હું મારી ત્વચાને એક્સફોલિયેટ કરવા માટે સપ્તાહમાં બે વાર ઘરે બનાવેલા સ્ક્રબનો ઉપયોગ કરું છું.
સ્ક્રબમાં અમુક ઓટમીલ, સંત્રાની છાલ અને લાલ લેન્ટિંગ પાઉડર ગુલાબજળ સાતે મિક્સ કરું છું. તે ત્વચા પર અડધું સુકાય ત્યાં સુધી લગાવું છું. આ પછી બરફના પાણીથી ધોવા પૂર્વે થોડી મિનિટો મારો ચહેરો સ્ક્રબ કરું છું. પરિણામ અદભુત મળે છે. હું ત્વચાને ચમકતા રાખવા માગતા બધા વાચકોને તેની ભારપૂર્વક ભલામણ કરું છું.”
ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “મોન્સૂન આપણી ત્વચા માટે મુશ્કેલી સર્જી શકે છે અને આસપાસ ભરપુર નમી હોવાથી ત્વચા સાફ અને ચમકદાર રાખવાનું મહત્ત્વપૂર્ણ હોય છે. આથી જ હું મારા સ્કિનકેર રુટીનનો ઉપયોગ કરવા માગું છું.
બે નાની ચમચી સી સોલ્ટ, એક મોટી ચમચી લીંબુનો રસ અને ઓલિવ ઓઈલનાં થોડાં ટીપાંથી બનાવેલું આસાન છતાં અસરકારક ફેશિયલ સ્ક્રબ સાફ અને સ્વચ્છ ત્વચા માટે મારું સરળ સમાધાન છે. હું મારા ચહેરા પરથી વધુ પડતી ચિકાશ અને ગંદકી દૂર કરવા માટે આ સ્ક્રબનો ઉપયોગ કરું છું, જે ત્વચાને તાજગી આપીને તેનો કાયાકલ્પ કરે છે.”