ભારતની પહેલી લર્નિંગ બૂક-નવી જિયોબૂક આવી ગઈ
- પાંચ ઓગસ્ટ 2023થી જિયોબૂકનું વેચાણ શરૂ થશે
- રિલાયન્સ ડિજિટલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર અથવા એમેઝોન.ઇન પરથી ખરીદો
રિલાયન્સ રિટેલ એકદમ નવા સ્વરૂપે જિયોબૂક લાવી રહ્યું છે, આ એક ક્રાંતિકારી લર્નિંગ બૂક છે, જે તમામ વય જૂથોના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેની અદ્યતન જિયોઓએસ ઓપરેટિંગ સિસ્ટમ, સ્ટાઇલિશ ડિઝાઇન અને હંમેશા-કનેક્ટેડ ફીચર્સ સાથે જિયોબૂક દરેક વ્યક્તિ માટે શીખવાના અનુભવને બદલી નાખશે.
ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવાની હોય, કોડિંગ શીખવાનું હોય અથવા યોગ સ્ટુડિયો શરૂ કરવા જેવા નવા સાહસોની શોધખોળ કરવી હોય કે ઓનલાઈન ટ્રેડિંગમાં ઝંપલાવવું હોય, જિયોબૂક શીખવાના તમામ પ્રયાસો માટે એક અસાધારણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
“અમે નવીન ઉત્પાદનો રજૂ કરવા માટે સમર્પિત છીએ જે દરેકને તેમની શીખવાની પ્રક્રિયા દરમિયાન સશક્ત બનાવે છે. એકદમ નવું જિયોબૂક તેની અદ્યતન સુવિધાઓ અને સીમલેસ કનેક્ટિવિટીના વિકલ્પો સાથે તમામ ઉંમરના શીખનારાઓ માટે અમારી નવીનતમ પેશકશ છે. અમે માનીએ છીએ કે જિયોબૂક લોકોની શીખવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવશે, વ્યક્તિગત વિકાસ અને કૌશલ્ય વિકાસ માટેની નવી તકો ખોલશે,” તેમ રિલાયન્સ રિટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ક્યારથી ઉપલબ્ધ થશેઃ
- પાંચમી ઓગસ્ટ 2023થી રૂ.16499ની કિંમતે જિયોબૂક ઉપલબ્ધ થશે
- રિલાયન્સ ડિજિટલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પરથી, એ સાથે એમેઝોન.ઇન પરથી પણ ખરીદી શકાશે
- વધુ માહિતી માટે વિઝિટ કરો www.jiobook.com