Chandrayaan3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું
ISRO ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.
નવી દિલ્હી, ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ જણાવ્યું હતું કે તા. 05-08-2023ના રોજ એટલે કે શનિવારે ચંદ્રયાન-૩ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયુ છે.
જે ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું કે ચંદ્રયાન-૩ને મંગળવારે ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું.
નેશનલ સ્પેસ એજન્સીએ કહ્યું કે ‘ચંદ્રયાન-૩એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.’ ઈસરોએ જણાવ્યું કે ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક-ISTRAC સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં મૂક્યું છે.
ચંદ્રયાનનું આગામી સ્ટોપ હવે ચંદ્ર છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-૩ ચંદ્ર પર પહોંચતાની સાથે જ તેને ૫ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની યોજના છે. મંગળવારના ટ્રાન્સ-લુનર ઈન્જેક્શન પછી, ચંદ્રયાન-૩ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે એવા માર્ગ પર આગળ વધી રહ્યું છે જે તેને ચંદ્રની નજીક લઈ જશે.
https://westerntimesnews.in/news/273929/know-what-are-the-three-main-objectives-of-chandrayaan-3-after-landing-on-the-south-pole-of-the-moon/
ISRO ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. અગાઉ, ૧૪ જુલાઈએ ચંદ્રયાન-૩ મિશનના પ્રક્ષેપણ પછી, તેની ભ્રમણકક્ષા સતત પાંચ ગણી વધારવામાં આવી હતી. LVM-M4 રોકેટ દ્વારા ચંદ્ર પરના ભારતના ત્રીજા મિશન ચંદ્રયાન-૩ના સફળ પ્રક્ષેપણે માનવોને અવકાશમાં લઈ જવાના દેશના પ્રથમ કાર્યક્રમને મોટો વેગ આપ્યો છે.
Just WOW!!#Chandrayaan3 pic.twitter.com/S7RTQ0qpUI
— कृष्णा (@Krishnnnaaaaaa) August 4, 2023
આ રોકેટનો ઉપયોગ મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે કરવામાં આવશે. ISRO તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાનના સફળ પ્રક્ષેપણ માટે જાેરશોરથી કામ કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ ૩ લોકોને ૩ દિવસ સુધી પૃથ્વીની ૪૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે.
https://westerntimesnews.in/news/59266/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-60-%e0%aa%a7%e0%ab%8d%e0%aa%b0%e0%ab%81%e0%aa%b5%e0%ab%80%e0%aa%af-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0/
સતીશ ધવન સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ૧૪ જુલાઈએ ચંદ્રયાન-૩ને લઈ જનાર ૪૪.૩ મીટર લાંબુ LVM-3 રોકેટ ‘માનવીઓને સુરક્ષિત રીતે અંતરિક્ષમાં લઈ જવામાં’ સક્ષમ રોકેટ હશે. SS1MS