Western Times News

Gujarati News

ધરોઈ ડેમની જળસપાટી વધતા ૩ દરવાજા ખોલાયા

મહેસાણા, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ઓવરફ્લો થવાના આરે છે. ધરોઈ ડેમની જળસપાટી વધતા ૩ દરવાજા ખોલાયા છે. ડેમની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ છે, જ્યારે હાલ ડેમ ૬૧૮.૫૦ ફૂટ ભરાયો છે. ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત ૩.૫ ફૂટ બાકી છે. જળસપાટી જાળવવા ૧૦,૦૩૬ ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. સાબરમતી નદીના કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.

ગઇકાલે મહેસાણાના ધરોઈ ડેમનો બીજાે ગેટ ખોલાયો હતો અને ડેમમાંથી નદીમાં ૯૨૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. કાલે ડેમમાં ૯૨૮૬ ક્યુસેક પાણીની આવક થઇ રહી હતી. જ્યારે હાલ ધરોડાઈ ડેમની સપાટી ૬૧૯ ફૂટ છે. ધરોઈ ડેમમાંથી સાબરતમી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે સાબરમતી કાંઠા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા છે.

સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠાના તંત્રને જાણ કરાઇ છે. ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરોને પણ જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ધરોઇ ડેમની કુલ ૬૨૨ સપાટી સામે ૬૧૯ ફૂટ સુધી ભરાશે. ડેમની જળ સપાટી ચાલુ માસે ૬૧૯ ફૂટ સુધી ભરવા મંજૂરી મળી છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૮૩ ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના ૨૦૭ ડેમમાં કુલ ૬૯.૭૩ ટકા પાણીનો જથ્થો છે.

ગુજરાતના કુલ ૨૦૭ પૈકી ૬૧ ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમ પૈકી ૪૬ ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૮૧.૮૫ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ પૈકી ૩ ડેમ સંપૂર્ણ ભરેલા છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૬૯.૫૪ ટકા જથ્થો છે. બીજી બાજુ, વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં હાલ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં હળવો વસાદ થઈ શકે છે.

સામાન્યથી હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. માછીમારોને ૪ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.