સાવરકુંડલા રેન્જમાં ટ્રેને સિંહબાળનો ભોગ લીધો
અમદાવાદ, અમરેલી જિલ્લામાં જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર સિંહ અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તાજેતરમાં ટ્રેન હડફેટે સિંહનું મોત થયું હતું. બાદ આજે ફરી સાવરકુંડલા રેન્જમાં આવેલી બોરાળા રેલવે ફાટક પાસે સિંહબાળનું ટ્રેન હડફેટે મોત થયું છે. અમરેલી ગીર વિસ્તારનો જિલ્લો ગણવામાં આવે છે. અમરેલી વિસ્તારની અંદર અનેક વિસ્તારોની દર સિંહનો વસવાટ છે. સિંહ પરિવાર અવારનવાર રેલવે ટ્રેક ઉપર આવી જાય છે.
સાવરકુંડલા રેન્જમાં આવેલી બોરાળા રેલવે ફાટક પાસે આજે એક સિંહબાળ રેલવે ટ્રેક ઉપર આવી ગયું હતું. પેસેન્જર ટ્રેનની હડફેટે સિંહબાળ આવી જતા મોત થયું હતું.
આ બનાવવાની જાણ વન વિભાગને થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. અમરેલી જિલ્લામાં થોડા દિવસો પહેલા જ ચાર સિંહ ટ્રેનની હડફેટે આવ્યા હતા. જેમાં એક સિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ એક સિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મધ્ય રાત્રે સાવરકુંડલા રેન્જમાં આવેલા બોરાળા ફાટક વિસ્તારમાં ટ્રેક ઉપર સિંહ બાળ ટ્રેનની અડફેટે આવતા મોત થયું હતું. બનાવની જાણ વન વિભાગને થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને કાર્યવાહી કરવામાં આવી હતી.SS1MS