વડોદરામાં સામૂહિક આપઘાત: માતા-પુત્રનું મોત
વડોદરા, શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ૨નાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની છે. સામૂહિક આપઘાતની ઘટનામાં માતા-પુત્રનું મોત નિપજ્યું છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે.
હાલ ઘટનાને પગલે પોલીસ કાફલે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ દુઃખદ ઘટના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારની છે, જ્યાં સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ સામુહિક આત્મહત્યા કરી છે. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરવાનું માહિતી મળી રહી છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે.
જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઘરમાં પ્રવેશીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં માતા-પુત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પિતાને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આખરે કેમ પરિવારે સામૂહિક આપઘાતનો ર્નિણય લીધો? તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ પગલું ભરતાં પહેલા કોઇ સ્યુસાઇટ નોટ લખી હતી કે કેમ? તે દિશમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.SS1MS