SBI લાઇફ ઇન્શ્યોરન્સે તેની ૧૦૦૦મી શાખા શરૂ કરી
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશનાં ઝુંસીમાં શાખા શરૂ કરવાથી SBI LIFE 1000 શાખાઓના ઓન-ગ્રાઉન્ડ નેટવર્ક સાથે દેશની એકમાત્ર ખાનગી જીવન વીમા કંપની બની છે.
દેશની સૌથી વિશ્વાસપાત્ર ખાનગી લાઇફ ઇન્શ્યોરર્સ પૈકીની એક એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સે ઉત્તરપ્રદેશનાં ઝુંસીમાં તેની ૧૦૦૦મી શાખા શરૂ કરવા સાથે આ સીમાચિહ્ન હાંસલ કરનાર દેશની ખાનગી ક્ષેત્રની એકમાત્ર ઇન્શ્યોરર બની છે.
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સની ૧૦૦૦મી શાખાનું પ્રતિકાત્મક ઉદ્ઘાટન તેને દેશની સૌથી સુલભ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક બનાવે છે. શાખાનું વિસ્તરણ રાષ્ટ્રનાં વ્યાપક લક્ષ્ય–‘ઇન્શ્યોરન્સ ફોર ઓલ બાય ૨૦૪૭’ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એસબીઆઇ લાઇફની ૧૦૦૦મી શાખા પહેલો માળ, અરાગી નં.-૩૭૬, અંદાવા તિરાહા, ઝુંસી ફૂલપુર પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ, પીન કોડ – ૨૧૧૦૧૯ ખાતે આવેલી છે, જેનું ઉદ્ઘાટન એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સનાં એમડી અને સીઇઓ મુકેશ કુમાર શર્મા દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા – લખનૌ સર્કલનાં ચીફ જનરલ મેનેજર શરદ એસ. ચંદ્રક,
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સનાં ઝોન – ૩નાં પ્રેસિડેન્ટ જી. દુર્ગાદાસ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સનાં લખનૌ પ્રાંતનાં રિજનલ ડિરેક્ટર રાહુલ રાહી તથા અન્ય માનનીય હસ્તીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.