મણિપુરને રાજકારણનો ચૂંટણીલક્ષી અખાડો બનતો અટકાવવાની ફરજ મુખ્યમંત્રીની અને રાજપાલની છે !!
મણિપુર રાજયમાં વકરેલા વર્ગવિગ્રહને વિધાનસભાના સભ્યો અટકાવી શકે છે પણ જાે મતોનું રાજકારણ ન છોડાય તો સુપ્રિમ કોર્ટે નિર્ણાયક ભૂમિકા પ્રદાન કરવી પડશે ?!
તસ્વીર મણિપુર વિધાનસભાની છે !! મણિપુરમાં ફાટી નીકળેલા આંતર વર્ગવિગ્રહ માટે કોણ જવાબદાર ?! હિંસા અટકાવવાનું નામ નથી લેતી તેને માટે કોણ જવાબદાર ?! આ સમય આક્ષેપ પ્રતિ આક્ષેપોનો નથી માનવતા માનવીય ગરિમા અને ભારતની એકતાનો છે !!
ચૂંટણીના રાજકારણનો નથી !! ઈન્સેન્ટ તસ્વીર મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન બિરેનસિંઘ ની છે. તેઓએ વિધાનસભાના સભ્યોને સમજાવવું જાેઈએ કે તમે ભલે તમારા વિધાન સભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોવ પણ ચૂંટાયા પછી સમગ્ર મણિપુર રાજયના લોકોના પ્રતિનિધિ છે !! કારણ કે વિધાનસભાએ મણિપુર રાજયનું પ્રતિનિધિત્વ કરે છે !!
બીજી તસ્વીર મણિપુરના રાજયપાલ અનસુયાબેનની છે !! તેઓએ મણિપુરમાં બંધારણીય મૂલ્યો પ્રસ્થાપિત કરવા માટે સેવા બજાવવાની છે !! ત્રીજી તસ્વીર મણિપુરની અદાલતના વકીલોની છે તેઓ રાજયની પરિ સ્થતિથી ચિંતિત છે હવે સાથે મળીને પ્રશ્ન ઉકેલવાની જરૂર છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મત વિસ્તારનું નહીં સમગ્ર મણિપુર રાજયનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે વર્ગવિગ્રહ કેમ છે ?!
મહાન વિચારક અને કર્મશીલ રાલ્ફ વાલ્ડો એમર્સને કહ્યું છે કે, “જેઓએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે તેઓ બધાં પુરૂષાર્થવાદીઓ હતાં, તેમણે કયારે એમ નહોતું કહ્યું કે, નસીબમાં હશે તેમ થશે”!! જયારે સંત ઓગ્સ્ટાઈને કહ્યું છે કે, “સ્ત્રીઓની નિંદા કઈ રીતે થઈ શકે ?! ઈશ્વરના પુત્રને જન્મ પણ એક સ્ત્રીના પેટે જ થયો હતો”!!
મણિપુરમાં મૈતેયી અને કુકી સમાજ વચ્ચે વકરેલા વર્ગવિગ્રહને રાજનિતિથી નહીં રાષ્ટ્રનિતિથી ઉકેલવાની જરૂર છે ! આ મુદ્દો “ટીમ ઈ ન્ડયા” કે “ટીમ એન.ડી.એ.” વચ્ચેનો નથી !! પરંતુ દેશના સરહદી રાજયમાં થયેલો વર્ગવિગ્રહ એ આંતકી અપકૃત્યથી ઓછી આંકી શકાય નહીં !!
નાનકડા રાજયમાં વોટ બેંકની રાજનિતિથી વધારે “માનવતાવાદ” નો મુદ્દો છે અને “સ્ત્રી સન્માનનો” મુદ્દો છે અને ભારતીય લોકશાહી અને બંધારણ વાદનો મુદ્દો છે !! વિશ્વમાં ભારતીય લોકશાહીની પ્રતિભા ખરડાઈ રહી છે તેની કેમ કોઈને પડી નથી ?! દેશમાં આ પરિ સ્થતિ જાેઈ ખાલીસ્તાનવાદીઓ કે કા શ્મરના હિંસાવાદી તત્વોને બળ મળશે માટે દુરંદેશી નિતિ અને નિર્ણયોથી જ મણિપુરમાં મૈતેયી અને કુકી સમાજ વચ્ચેનો આંતર વિગ્રહ અટકાવી શકાય !!
અમેરિકામાં આંતરવિગ્રહ સમયે અમેરિકાના પ્રમુખ અબ્રાહમલિંકનની કર્મશીલ, સંવેદનશીલતા જ તેમને સફળતા અપાવી અને “અમર” બનાવી દીધાં !!
અમેરિકાના પૂર્વ પ્રમુખના જીવનમાં પણ આંતર વિગ્રહનો સામનો કરવાનો સમય આવલો !! અંતે તેઓ આંતર વિગ્રહને નાબૂદ કરવામાં સફળ થયેલા તેમનું રહસ્ય છે !! તેમનું સંવેદનશીલ અને કર્મશીલ હૃદય !! લિંકન આંતર વર્ગવિગ્રહ દિવસભરના કામથી થાકી ઘરે પહોંચ્યા ને પથારીમાં સુતા ત્યાં એક લશ્કરના કર્નલ આવ્યા દુશ્મને ડુબાડેલા જહાંજમાં કર્નલની પત્ની મૃત્યુ પામી હતી !
તેના અંતિમ સંસ્કાર માટે જવા માટે યુદ્ધ મંત્રી અને પ્રમુખની પરવાનગી અનિવાર્ય હતી. લિંકનની નારાજગી જાેઈ કર્નલ જતાં રહ્યાં સંવેદનશીલ પ્રમુખ અબ્રાહમ લિંકનને ઉંઘ ન આવી. લિંકને રાત્રે જાતે ઉઠયા જાતે જઈ યુદ્ધ મંત્રીની સહી કરાવી આવ્યા. કર્નલને ત્યાં જઈ બારણું ખખડાવ્યું બોલાવી પરવાનગીનો પત્ર આપ્યો અને જાતે પોતાની ગાડીમાં કર્નલને બેસાડી બંદરે લઈ ગયા !!
લિંકને વિચાર્યુ કે દેશને ખાતર જેણે જીંદગી અર્પણ કરી એવા માનવી પ્રત્ય આવો જંગલીયત વર્તાવ દાખવવાનો કોઈ અધિકાર નથી !! આંતર વર્ગવિગ્રહ સામે સફળ થવા માટે લિંકન જેવા સંવેદનશીલ અને સક્રીયતા જાેઈએ અને લિંકન અમર થઈ ગયા !!
સરદાર પટેલ દેશના પ્રથમ કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી હતાં કડક પણ સંવેદનશીલ હતાં માટે “અમર” થઈ ગયા !!
સરદાર પટેલ દેશના પ્રથમ કોંગ્રેસની સરકારના નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી હતાં ! પરંતુ આ લોખંડી પુરૂષનું હૃદય સંવેદનાસભર સમજથી ભરલું હતું !!
સરદાર પટેલ જયપુર કોંગ્રેસ અધિવેશનમાં એક જીપ – ગાડીમાં બેસીને જતાં હતાં ત્યારે શિબિરના દરવાજે ગાડી ઉભી રહી ! અને ભુલથી સરદાર પટેલ ઉતરે તે પૂર્વે ડ્રાઈવરે ગાડી – જીપ ચાલુ કરતા સરદાર પટેલ પડી ગયા ! બધાં દોડી આવ્યા, ડ્રાઈવર ચિંતામાં મુકાઈ ગયો પણ સરદાર પટલે સ્વસ્થ રીતે ઉભા થઈ કોઈને કશું કહ્યા વગર ચાલીને શિબિર સ્થળે પહોંચી ગયા કોઈ ઈસ્યુ જ નહીં !!
આવા નેતા માટે જ “અમર” થઈ ગયા ! દેશને અમરત્વ પ્રાપ્ત કરે એવા નેતાઓની જરૂર છે !! મણિપુરમાં જાતીય વર્ગવિગ્રહ ઉકેલવા માટે અબ્રાહમ લિંકન અને સરદાર પટેલ જેવા નેતાઓની જરૂર છે !!
મણિપુર હાઈકોર્ટના એક ચૂકાદાને સમજાવવા માટે ત્યાંના સ્થાનિક નેતાઓની ભૂમિકા નિષ્ફળ જતાં મણિપુરના હિંસક આંદોલન વર્ગવિગ્રહમાં પરિણમ્યું છે ?!
દેશનું બંધારણ એ સર્વાેપરી છે ! દેશમાં કાયદાનું શાસન એ સર્વાેપરી છે !! જેમને જરૂર છે વિકાસની તેમને “અનામત” ને ટેકો આપી આગળ વધારે છે આ સંદર્ભમાં દેશની સરકારો કયારેક અતિરેક કરે છે તો કયારેક પીછેહટ કરે છે પરંતુ હવે દેશમાં કોઈપણ નેતાઓ “વોટબેંક” પ્રથમ જૂઅ છીે પરંતુ દેશની હાઈકોર્ટાે “બંધારણ” અને દેશની વાસ્તવિકતા જૂએ છે !!
મણિપુરમાં ભડકેલી હિંસા અને સ્ત્રીઓ પર થતાં અમાનુષી પ્રહારો જાેતાં મણિપુર હાઈકોર્ટે સુઓમોટો આદેશો આપતા ખચકાવું ન જાેઈએ !! મણિપુર હાઈકોર્ટના વકીલો અને મહિલા ધારાશાસ્ત્રીઓ પણ વ્યથિત છે ત્યારે ગુન્હાના કામે પકડાયેલા સાામે અદાલતોએ હવે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા મહત્વની ભૂમિકા પ્રદાન કરવી પડશે એવું જણાય છે !!
ભારતની સુપ્રિમ કોર્ટે દરેક રાષ્ટ્રીય પ્રશ્નોમાં નિર્ણયો કરવા પડશે તો પેન્ડીંગ કેસો કોણ પતાવશે ?!
ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું હતું કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અ સ્તત્વ ટકાવી રાખવા માટે “કાયદાનું શાસન” જ સૌથી મોટી આશા છે ! કાયદાનું શાસન એ લોકશાહીનો આધાર સ્તંભ છે !! બંધારણીય આ સ્થાન ટકાવી રાખવાની જવાબદારી ન્યાયતંત્ર ઉપરાંત ધારાસભા કે કારોબારીની પણ છે”!! મણિપુરમાં ભડકેલી હિંસાને ત્રણ માસ થવા આવ્યા !!
મહિલાઓ જે માનવ સમાજની સંસ્કારીતા છે તેના પર નિર્લજ હુમલા થયા છે હથિયારો લુંટાયા છે !! લોકોના ઘરો પર બોમ્બ નંખાયા છે છતાં એવા કેવા પગલા લેવાય છે કે, દેશની અખંડિતતા સામે ખતરો થાય !! હવે મણિપુરમાં “અધર્મ” ની પારાકાષ્ટા સર્જાઈ છે તેને દેશની સુપ્રિમ કોર્ટ બારીકાઈથી નિરીક્ષણ કર્યુ છે શું આ દેશને સુપ્રિમ કોર્ટે ચલાવવાનો છે ?! તો પછી શાશકોની શી જરૂર છે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.