ટ્રેન ઉપડ્યાની ૧૦ મિનિટમાં સીટ પર ન પહોંચો તો ટિકિટ રદ કરાશે
નવી સિસ્ટમ હેઠળ હવે જે સ્ટેશનથી મુસાફર યાત્રા કરવી હશે તે જ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવું પડશે
વડોદરા, ટ્રેન ઊપડ્યા બાદ ૧૦ મિનિટમાં મુસાફર તેની સીટ સુધી ન પહોંચે તેવા સંજાેગોમાં તે સીટ અન્ય મુસાફરને ફાળવવામાં આવશે એટલે કે ટીટીઈ એક કે બે સ્ટેશન સુધી પેસેન્જરની રાહ જાેશે નહીં.
રેલવે બોર્ડે આદેશ જાહેર કર્યાે છે, જેમાં મુસાફરોને તેમની સીટ સુધી પહોંચવા માટે ૧૦ મિનિટની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ટ્રેનના રિઝર્વ કોચમાં ઘણી વખત મુસાફરો ઉતાવળ કે ટ્રેન ઊપડતી હોવાને કારણે અન્ય કોચમાં ચઢી જાય અને તેઓ એક બે સ્ટેશન પછી સીટ પર પહોંચે છે. તે સંજાેગોમાં રેલવેના નિયમના કારણે મુસાફરો હવે આવું નહી કરી શકે.
હવે ટીટીઈએ ૧૦ મિનિટમાં જે તે સ્ટેશન પરની સીટ અંગેની માહિતી અપડેટ કરવાની રહેશે. જાે પેસેન્જર સીટ પર ન પહોંચે તો તે સીટ આરએસી અથવા વેઈટિંગ લિસ્ટમાં સામેલ પેસેન્જરને ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી સિસ્ટમ હેઠળ હવે જે સ્ટેશનથી મુસાફર યાત્રા કરવી હશે તે જ સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવું પડશે.