ખેડબ્રહ્મા કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા મુંશી પ્રેમચંદ જયંતી કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત, ડી. ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં હિન્દી વિભાગ દ્વારા મુંશી પ્રેમચંદ જયંતી કાર્યક્રમ તા. ૦૧/૦૮/૨૦૨૩ મંગળવારના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમનો આરંભ હિન્દી પ્રાર્થના ‘સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ’ હિન્દી સેમેસ્ટર-૫ની વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્કૃત વિભાગના અધ્યક્ષ, ડૉ. કે. ડી. પટેલ સાહેબનું શાબ્દિક સ્વાગત બાદ હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ. દિનેશભાઈ કિશોરી દ્વારા પુષ્પગુચ્છથી ડૉ. કે. ડી. પટેલ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. કે. ડી. પટેલ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ. દિનેશભાઈ કિશોરી દ્વારા વિદ્યાર્થીઓને ‘મુંશી પ્રેમચંદના વ્યક્તિત્વ અને કૃતિત્વ વિશે માહિતગાર કરી હિન્દી સાહિત્યમાં મુંશી પ્રેમચંદનું યોગદાન’ વિષય પર પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હતાં.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ.દિનેશભાઈ કિશોરી તથા આભારવિધિ હિન્દી વિષયના સેમેસ્ટર-૫ના વિદ્યાર્થી મકવાણા મેહૂલકુમાર દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજનો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયા હતાં.