સુરતમાં જાણીતા ગ્રુપના ભાગીદારનું સ્ટેમ્પ ડયુટી કૌભાંડ પકડાયું
સુરત, સુરતના જાણીતા ગોપીન ઈન્ફ્રા ગ્રુપના ભાગીદાર ચીરાગ મુકેશ ડાલીયાનું સ્ટેમ્પ ડયુટીનું ભોપાળુ પકડાયું છે. કનસાડમાં બિનખેતીની જમીનની કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયુટી બચાવવા સરકારને ઉંધા ચશ્મા પહેરાવી ખેતીની જમીન તરીકે દસ્તાવેજ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જાણીતા બિલ્ડર ચીરાગ ડાલીયાના કાળા કારનામાનો પર્દાફાશ થતાં નાયબ કલેકટરે સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન વિભાગ-રના અધિકારીઓ રૂ.૩.૬ર કરોડની ખુટતી સ્ટેમ્પ્પ ડયુટી ભરવા નોટીસ ફટકારી ત્રણ દિવસમાં લેખીતમાં જવાબ રજુ કરવા આદેશ પણ કર્યો છે.
સ્ટેમ્પ ડયુટી બચાવવા માટે મિલકતધારકો અવનવા રસ્તા અપનાવવા રહે છે. ટી.પી. સ્કીમ જાહેર થઈ ગઈ હોવા છતાં ખેતીની જંત્રી અથવા બિનખેતીની જમીનને ખેતીની જમીની દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડયુટી ભરીને સરકારની તિજાેરીને નુકશાન પહોચાડવામાં આવી રહયયું છે.
આવો જ એક કિસ્સો ચોર્યાસી તાલુકાના કનસાડ ગામનો સામે આવ્યો છે. બન્યું એવું ેછકે, કાપોદ્રા મમતાપાર્ક સોસાયટી ખાતે રહેતા ગોપીન ઈન્ફ્રા ભાગીદારી પેઢી વતી ચીરાગ મુકેશભાઈ ડાલીયાએ કનસાડાની અલગ અલગ ૬૦ બ્લોક નંબરવાળી જમીનના છેલ્લા ચાર મહીનામાં દસ્તાવેજ નોધાવ્યા હતા.
હવે ભાગીદારી પેઢીના ચીરાગ મુકેશભાઈ ડાલીયાએ એક તરફ કલમ ૬૩ હેઠળ પરવાનગી મળે એટલે ખરીદનારે બિનખેતીની જંત્રી મુજબ દસ્તાવેજાેની નોધણી કરાવવી પડે છે. પરંતુ ગોપીન ઈન્ફાના ભાગીદાર ચિરાગ મુકેશ ડાલીયાએ સ્ટેમ્પ ડયુટી બચાવવા માટે બીનખેતીની જમીન માટે ખેતીની જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટી વાપરી દસ્તાવેજની નોધણી કરાવી દીધી હતી.
હવે ચીરાગ ડાલીયાએ નિયમ કરતાં ઓછી જંત્રી ભરાતાં નાયબ કલેકટરે સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન વિભાગગ-રના અધિકારીઓે ૩,૬ર,૭પ,૦૦૦ રૂપિયાની ખુટતી સ્ટેમ્પ ડયુટી ભરવા નોટીસ ફટકારી હતી. શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપને દંડ સહીત ખુટતી સ્ટેમ્પ ડયુટી ભરવા નોટીસ ફટકારતા ચર્ચાનો વિષય બન્યો હતો.
આ ઉપરાંત નોટીસ મળ્યાંના ત્રણ દિવસની અંદર લેખીતમાં રજુઆત કરવા આદેશ કર્યો હતો. ચોયાર્સી તાલુકાના કનસાડ ગામની જમીનના તમામ દસ્તાવેજાેની નોોધણી ચોયાર્સી સબ રજીસ્ટ્રારની કચેરીમાં કરવામાં આવી હતી. દસ્તાવેજની નોધણી થઈ ત્યારે ચોયાર્સી સબ રજીસ્ટ્રારની તરીકે પી.ડી.ઝાપરીયા નામના અધિકારી ફરજ બજાવતા હતાં.
જાેકે, છ મહીના પહેલા તેમની અમદાવાદ ખાતે બદલી કરી દેવાવમાં આવી હતી. જાેકે તેમના કાર્યકાળ દરમ્યાન ઓછી સ્ટેમ્પ ડયુટી વાપરીને દસ્તાવેજાેની નોધણી થઈ હોવાથી તપાસના અંતે અમદાવાદ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.