PNB કાંડમાં નિરવ મોદી ફરાર : ભાગેડુ આરોપી જાહેર
મુંબઈ: મુંબઈની સ્પેશિયલ પ્રવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા ફગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ ભાગેડુ આર્થિક અપરાધી તરીકે ફરાર કારોબારી નિરવ મોદીને જાહેર કરવામાં આવ્યો છે. નિરવ મોદી અને અન્ય ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી તરીકે છે. નિરવ મોદી આ સમગ્ર મામલામાં એવા ત્રીજા કારોબારી છે
જેમને ફરાર આર્થિક અપરાધી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પહેલા વિજય માલ્યાને પણ ફરાર અપરાધી તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે. નિરવ મોદીની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમના પ્રત્યાર્પણ પર કાયદાકીય કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખાસ પીએમએલએ કોર્ટે વિવાદાસ્પદ બિઝનેસમેન વિજય માલ્યાને ફરાર આર્થિક અપરાધી તરીકે જાહેર કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીને મંજુર રાખી હતી. તેમની સંપત્તિને જપ્ત કરવાના સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.