પાલેજથી લંકા ટી-૨૦ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા પિતા-પુત્ર ઝડપાયા
૬ મોબાઈલ,૧ લેપટોપ અને ૩૭ હજાર રોકડા સાથે ૧.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એસઓજી એ પાલેજથી લંકા ટી-૨૦ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા પિતા-પુત્રને ઝડપી પાડી ૬ મોબાઈલ,૧ લેપટોપ અને૩૭ હજાર રોકડા સાથે ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. Father and son caught playing online cricket betting on Lanka T20 from Palej
પ્રાપ્ત માહિતી અનુસાર ઓનલાઈનના જમાનામાં હવે ક્રિકેટ સટ્ટો અને ગેમિંગ પણ ભારે ડિમાન્ડમાં હોય સટ્ટોડિયા પણ તેની તરફ વળી ગયા છે.ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળતા જ એલસીબી,એસઓજી સહિત જીલ્લા પોલીસને તમામ ગેરકાયદે પ્રવૃત્તિ પર બાજ નજર રાખી લો એન્ડ ઓર્ડર જાળવવા સૂચના આપી હતી.
આ દરમ્યાન એસઓજી પી.આઈ આંનદ ચૌધરીને પાલેજમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડાતો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પીએસઆઈ એલ.આર.ખટાણા સહિત સ્ટાફ શૈલેષ વસાવા, સુરેશ વણઝારા અને ટીમે દરોડો પાડ્યો હતો.
જેમાં પાલેજના માછીવાડમાં રહેતા પિતા-પુત્ર અત્તાઉલ્લાખાન હબીબખાન પઠાણ અને તોસિફખાન લંકા ટી-૨૦ પર ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપાઈ ગયા હતા.પિતા-પુત્રની ૬ મોબાઈલ,૧ લેપટોપ અને ૩૭ હજાર રોકડા મળી કુલ ૧.૧૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પૂછપરછમાં બન્ને આરોપીઓએ કબુલ્યું હતું કે તેઓએ થોડા મહિના પેહલા કાઠિયાવાડના બબલુ અને ેંદ્ભ નો નંબર ધરાવતા ઉમા નામના શખ્સ પાસેથી ૨૦ લાખ રૂપિયાની ક્રેડિટ પર Lªsbªs.com & bªsfactor247 y™u allpaanel નામની એપ્લિકેશન ખરીદી હતી.જે આધારે આ બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી હતી.