યૂપી-બિહાર સહિત રાજ્યોમાં ચોમાસાની વાપસી, ઓડિશા, હિમાચલમાં રેડ એલર્ટ
નવી દિલ્હી, હવામાન વિભાગે ભારતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું છે. દેશના કેટલાય ભાગમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે, જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશ પણ સામેલ છે.
આઈએમડીએ ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં ૫ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન આઈએમડીએ લગાવ્યું છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરમાં આગામી ૨૪ કલાકમાં ગર્જના સાથે વરસાદ થશે. ઓડિશા માટે એલર્ટ જાહેર કરતા આઈએમડીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ઠ પર એક પોસ્ટમાં કહ્યું કે, તીવ્ર વરસાદ માટે તૈયાર રહેજાે. આગામી થોડા દિવસ ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે અને ૨૦૪૪ મિમીથી વધારે વધારે વરસાદ થવાની સંભાવના છે.
સુરક્ષિત રહો. ઓડિશા સરકારે બુધવારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં ૩૦મેથી ૧૨ જિલ્લામાં તમામ સ્કૂલ અને આંગણવાડી બંધ રહેશે. રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ ચાલું રહેશે. મૌસમ વિભાગ તરફથી બિહારના વિવિધ ભાગમાં ૭ ઓગસ્ટ સુધઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ મૌસમ એજન્સીએ ગુરુવારે પણ ભારે વરસાદના કારણે મધ્ય પ્રદેશમાં પાણી ભરાવાની ચેતવણી આપી છે.
આઈએમડીએ પોતાના સત્તાવાર એક્સ હૈંડલ પર મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરતા કહ્યું કે, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર્વી મધ્ય પ્રદેશમાં ૩ ઓગસ્ટથી વધારે ભારે વરસાદ થવાની સંભાવના છે.
છત્તીસગઢમાં ૨૦૪૪ મિમીથી વધારે વરસાદ થવાની સંભાવના છે. આંધ્ર પ્રદેશમાં આઈએમડીના રીઝનલ સેન્ટરે કહ્યું કે, ઉત્તરી બંગાળની ખાડીના મધ્ય ભાગમાં એક સારી રીતે ચિન્હીત ઓછા પ્રેશરવાળા ક્ષેત્ર એક ડિપ્રેશનમાં કેન્દ્રિત થયો છે અને કેન્દ્રિત હોવાથી એક ઊંડા ડિપ્રેશમાં તબ્દીલ થવાની સંભાવના છે.
તેમાં કહેવાયું છે કે, તેના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને આજે સાંજની આસપાસ ખેપુપારાની નજીક બાંગ્લાદેશ તટને પાર કરવાની સંભાવના છે. ત્યાર બાદ આગામી ૨૪ કલાક દરમ્યાન તેને ગંગીય પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.SS1MS