જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વે પર કોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો
નવી દિલ્હી, વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેને લઈને મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે છજીૈં સર્વે તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ચુકાદો આપતાં કોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે.
મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના ર્નિણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે.
હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે. વાસ્તવમાં, ૨૧ જુલાઈએ, મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપીનો સર્વે કરવાના જિલ્લા અદાલતના ર્નિણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી કરતાં કોર્ટે સમય ન આવે ત્યાં સુધી જ્ઞાનવાપીના છજીૈં સર્વેને પણ સ્ટે આપ્યો હતો.
સુનાવણી દરમિયાન, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે એફિડેવિટ આપ્યું હતું કે સર્વેક્ષણથી જ્ઞાનવાપી સંકુલને કોઈ નુકસાન થશે નહીં. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ ASI દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
ASIએ કહ્યું કે જાે ખોદવાની જરૂર પડશે તો પહેલા કોર્ટની પરવાનગી લેવામાં આવશે. કોર્ટના ર્નિણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો ASI સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનના જણાવ્યા અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.
વાસ્તવમાં, ૨૧ જુલાઈના રોજ, મુસ્લિમ પક્ષે જિલ્લા કોર્ટના જ્ઞાનવાપીનો સર્વે કરવાના ર્નિણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અને મસ્જિદના માળખાને નુકસાન થશે તેમ કહી સર્વે પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી.
મુસ્લિમ પક્ષે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષનું કહેવું છે કે વિવાદિત સ્થળ પહેલા મંદિર હતું. ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. વિવાદિત પરિસરમાં હિંદુ ધર્મના પ્રતીકો આજે પણ મોજૂદ છે. એડવોકેટ કમિશનના રિપોર્ટમાં પણ આ વાત સામે આવી છે.SS1MS