TMKOCના ચાઈલ્ડ આર્ટિસ્ટ મહોમ્મદ સઉદ મંસૂરીએ ટીવીમાંથી લીધો બ્રેક
મુંબઈ, છેલ્લે શો મસ્ત મૌલીમાં જાેવા મળેલા મહોમ્મદ સઉદ મંસૂરીએ સ્ટેજ પર લાઈફ પર્ફોર્મ કરતાં એક થિયેટર એક્ટર તરીકે પોતાની નવી જર્નીની શરૂઆત કરી છે.
તેણે થોડા સમય પહેલા જ ટીવી સ્ક્રીન પરથી બ્રેક લીધો હતો અને હાલ તે પોતાની કળાને નિખારવા પર ધ્યાન આપી રહ્યો છે. તેણે કહ્યું હતું કે ‘મેં દૈનિક ધારાવાહિક સીરિયલોમાંથી છેલ્લા બે મહિનાથી બ્રેક લીધો છે અને મારી કળા અને એક્ટિંગ સ્કિલને નિખારવા માટે થિયેટર કરવાનું શરૂ કર્યું છે, પરંતુ બાદમાં મને અહેસાસ થયો કે આ માત્ર એક્ટિંગ વિશે નથી. થિયેટર/નાટક વિશે હજી પણ ઘણું છે જે મેં કર્યું નથી અને જેના વિશે હું જાણતો નથી.
રોજ હું કંઈક નવું શીખુ છું. તે તમને માત્ર એક એક્ટર અથવા કલાકાર બનવાની ટ્રેનિંગ નથી આપતું, તે તમને જીવન વિશે પણ ઘણું શીખવે છે અને તમને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં મદદ કરે છે. તે તમને એક જવાબદાર વ્યક્તિ બનાવે છે. જ્યાં સુધી કોઈ મોટું ન કરું ત્યાં સુધી નાટકોનો ભાગ બનીને એક્ટિંગ શીખીને ખુશ છું.
હાલમાં મુંબઈમાં યોજાયેલા નાટકમાં એક્ટરે પોલીસનું પાત્ર ભજવ્યું હતું. હવે તે લાઈવ પર્ફોર્મ કરવા માટે અલગ-અલગ શહેરોમાં ફરવા તેમજ દર્શકો સાથે કનેક્ટ થવા ઉત્સાહિત છે. આગળ તેણે કહ્યું હતું કે ‘હું હાલ મુંબઈમાં પર્ફોર્મ કરી રહ્યો છું અને ઓગસ્ટના મધ્યમાં નાટક માટે જયપુર જવાનો છું. ટીમ સાથે બહાર ટ્રાવેલ કરવા માટે ખરેખર ઉત્સાહિત છું. તમે તમારી ટીમને મેનેજ કરવામાં, પ્રોપને કલેક્ટ કરવામાં અને અન્ય ઘણી બાબતોમાં મદદ કરતાં શીખો છો.
હું મુંબઈ બહાર ટ્રાવેલ કરવા માટે ખુશ છું અને અન્ય શહેરોમાં સ્થાનિક દર્શકો સાથે કનેક્ટ થવા ઉત્સાહિત છું. મંસૂરીસે લાઈવ પર્ફોર્મ કરવાના અનુભવ તેમજ દર્શકો તરફથી તરત મળતા ફીડબેક વિશે વાત કરી હતી. તેણે સ્ક્રીન પર રોલ પ્લે અને સ્ટેજ પર એક્ટિંગ કરવાની સરખામણી કરી હતી. તેણે કહ્યું હતું કે ‘જે એક્ટર્સ થિયેટરમાં એક્ટિંગ કરે છે, મને લાગે છે કે તેઓ એક્ટિંગ પ્રત્યેની પ્રામાણિકતા અને પ્રેમને ન્યાય આપે છે.
આર્ટિસ્ટ તરીકે તે તમારો અસલી હેતુ ચકાસે છે કારણ કે તમારે આકરી મહેનત કરવી પડે છે અને દિવસના ૩-૪ કલાક પ્રેક્ટિસ કરવી પડે છે. મને થિયેટરની કોઈ વાત સૌથી વધારે ગમતી હોય તો એ છે દર્શકો તરફથી તરત મળતી પ્રતિક્રિયા. મૂવી રિવ્યૂ અને ટીવીના શૂટિંગમાં તમને તરત ફીડબેક નથી મળતો.
ઘણીવાર તો જ્યારે તમે સામેથી તમારા પર્ફોર્મન્સ વિશે પૂછતો તો નકલી વખાણ સાંભળવા મળે છે. મહોમ્મદ સઉદ મંસૂરીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને આજે તે મોટો થઈ ગયો. ૧૮ વર્ષનો એક્ટર અત્યારસુધીમાં પુષ્પા ઈમ્પોસિબલ, કુમકુમ ભાગ્ય, એક થા રાજા એક થી રાની તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહિતના શોમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય તેણે અઝહર, ગોલમાલ અગેઈન, ખુદા હાફિઝઃ ચેપ્ટર ૨ અને અગ્નિ પરીક્ષા જેવી ફિલ્મો પણ કરી છે.SS1MS