અમદાવાદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા
અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારામાં ચકચાર મચી ગઇ છે. અમરાજી નગરની ચાલીની ત્રણ નંબરની શેરીમાં આ ઘટના બની હતી. હુમલાખોરે માથા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી.
મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ લલ્લા ભાદરિયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રના જણાવ્યાં મુજબ મૃતક અગાઉ લૂંટ, ચોરી, મારામારી સહિતના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે.
ઘટના બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તો બીજી તરફ સુરતમાં પણ રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. શહેરના તાડવાડી વેલકમ ટાવર પાસે અજાણ્યા ઈસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં ભુરિયા માલાભાઈ નટ નામના વ્યક્તિને લાકડાના ફટકા વડે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન ભુરિયાભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનામંા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના રાંદેરના તાડવાડી વિસ્તારમાં ભુરિયા માલાભાઈ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.
અંદરોઅંદરની મારામારીમાં આ હત્યાની ઘટના બની હોવાની સામે આવ્યુ છે. આ અંગે જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS