વડોદરામાં જર્જરિત આવાસના મકાન તંત્ર દ્વારા ખાલી કરાશે
(એજન્સી)વડોદરા, વડોદરામાં જર્જરિત આવાસના મકાન ખાલી કરાશે. સનફાર્મા રોડ પરના આવાસ ખાલી કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. નીલગીરી વુડાના મકાનો પણ ખાલી કરાવાયા છે. કોર્પોરેશને ૨૪૦ મકાન ખાલી કરવા કામગીરીના ભાગરૂપે મકાનોના પાણી અને વીજ કનેક્શન કાપી દેવાયા છે.
આ સમગ્ર કામગીરી માટે પોલીસના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાઇ છે. તંત્રની કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો. તંત્ર સામે નારાજગી ફેલાઈ છે.
કોઇ પણ નોટિસ વિના કામગરી શરૂ કરી હોવાનો આક્ષેપ તંત્ર પર લગાવાયો છે. સ્થાનિકોએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા સમય માગ્યો છે.
નીલગીરી વુડાના મકાનો પણ જર્જિરત તો છે જ પરંતુ સ્થાનિકોએ આ માટે સમય માગ્યો છે. તંત્રએ સમય કે નોટિસ નથી આપ્યો તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. મહત્વનુ છે કે દુર્ઘટના પહેલા જ તંત્ર જાગૃત થયું. કારણ કે ગમે ત્યારે દુર્ઘટના બની શકે છે. એક તરફ તંત્ર બીજી તરફ સ્થાનિકો આમને સામને આવ્યા છે.