સગીરોને લિવઈનમાં રહેવાની મંજૂરી ન આપી શકાય: કોર્ટ
પ્રયાગરાજ, લિવ-ઈન રિલેશનશિપનો ટ્રેન્ડ પણ જબરદસ્ત વધી ગયો છે. ઘણીવાર આવા કિસ્સાનો કરુણ અંત આવતો હોય છે. તેવામાં અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં આ અંગે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને લિવ-ઈનમાં રહેવાની મંજૂરી આપી શકાય નહીં તેમ કહ્યું હતું
અને આ કૃત્યને માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાવ્યું હતું. જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ રાજેન્દ્ર કુમાર-ૈંફની બનેલી ડિવિઝન બેન્ચે ૧૭ વર્ષના મુસ્લિમ છોકરા અને તેની ૧૯ વર્ષીય હિંદુ લિવ-ઈન પાર્ટનર છોકરી દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનને ફગાવી હતી.
આ સાથે તેમણે કહ્યું હતું કે ‘લિવ-ઈન રિલેશન માટે ઘણી શરતો છે જેને લગ્નના સંબંધ તરીકે જાેવામાં આવે છે અને કોઈ પણ સ્થિતિમાં વ્યક્તિ પુખ્ય વયની (૧૮ વર્ષથી ઉપરની ઉંમર) હોવી જાેઈએ. જાે કે, અહીં છોકરાની ઉંમર લગ્નને પાત્ર ન હોવાથી બંને લિવ-ઈનમાં રહી શકે નહીં.
તે માત્ર અનૈતિક જ નહીં પરંતુ ગેરકાયદેસર પણ ગણાશે’. ‘૧૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતો છોકરો કોઈ પુખ્ય વયની છોકરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હોવાના આધારે રક્ષણ મેળવી શકે નહીં. તે તેની સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવાની માગ કરી શકે નહીં. કારણ કે તેની આ પ્રવૃતિ માન્ય નથી અને આમ તે ગેરકાયદેસર છે’, તેમ કોર્ટે ઉમેર્યું હતું.