બાઇકર્સ ચાલતી જઈ રહેલી યુવતીનો ફોન ખેંચી રફુચક્કર
(એજન્સી)અમદાવાદ, પુરઝડપે વાહન હંકારતા યંગસ્ટર સામે પોલીસે તવાઇ બોલાવી છે ત્યારે સ્નેચર્સને કોઇ ફરક પડતો ના હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે આજે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી અને રફતારથી વાહન ચલાવતા નબીરાઓ તેમજ યંગસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
આ સ્થિતિમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના બને તો પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થાય છે. સ્નેચર્સ પણ ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવીને ફરાર થાય છે તો તે પોલીસના હાથે કેમ નથી આવી રહ્યા અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મોડી રાતે મોબાઇલ સ્નેચર્સ યુવતીના હાથમાંથી આઇફોન સ્નેચિંગ કરીને
નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા કલાસાગર-૨માં રહેતી અક્ષિતા ભારદ્વાજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અક્ષિતા ભારદ્વાજ મૂળ ઉત્તરપ્રદેશની છે અને આંબલી-બોપલ રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે, જ્યાં તે પીજીમાં રહે છે. અક્ષિતા પોતાના રૂમ પરથી ગઈકાલે નજીકમાં આવેલી રેસ્ટોરાંમાં ચા પીવા માટે ગઇ હતી.