Western Times News

Gujarati News

નૂહમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર પોલીસે બૂલડોઝર ચલાવ્યું

હરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ પોલીસ જાગી

નૂહ, હરિયાણાના મેવાત-નૂહમાં હિંસા બાદ હવે પોલીસે સફાળી જાગી છે અને ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ગેરકાયદેસર કબજા અને ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું આ લોકો હિંસામાં સામેલ હતા.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજાે જમાવ્યો હતો. આ ઉપરાંત પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું હતું. આ સ્થિતિમાં પોલીસે સાંજે ગેરકાયદેસર કબ્જા પર બુલડોઝર ફેરવી દીધું હતું.

હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરતા અત્યાર સુધીમાં ૫ જિલ્લામાં ૯૩ એફઆઈઆર નોંધી છે આ સાથે જ ૧૭૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં ૪૬ એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.

નૂહ સિવાય ફરીદાબાદમાં ૩, ગુરુગ્રામમાં ૨૩, પલવલમાં ૧૮, રેવાડીમાં ૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્‌યુલેટ થયેલા ૨૩૦૦ વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસા પ્લાનિંગ હેઠળ કરવામાં આવી હતી. પકડાયેલા મોટા ભાગના આરોપીઓની ઉંમર ૧૯ થી ૨૫ વર્ષની હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓ ભીડમાં સામેલ થઈને ગેરકાયદેસર હથિયારોથી ફાયરિંગ કરતા હતા.

એટલું જ નહીં આરોપીઓએ જણાવ્યું કે તેઓ ભીડમાં જાેડાયા અને હથિયારો, ઈંટો, પથ્થરો, લાકડીઓ અને લાકડીઓથી હુમલો કર્યો. હિંસા કર્યા બાદ આરોપીઓએ પોતાના હથિયાર, લાકડીઓ અને સળિયા છુપાવી દીધા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે હિંસા કર્યા બાદ

ઘણા આરોપીઓ મેવાતની પહાડીઓમાં, રાજસ્થાનના જયપુર-ઉદયપુર, ઉત્તર પ્રદેશના મેરઠ-આગ્રા-અલીગઢમાં છુપાઈ ગયા હતા. હરિયાણાના મેવાત-નુહમાં ૩૧મી જુલાઈએ બ્રિજ મંડળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું હતું.

અનેક કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી હિંસાની આગ નૂહથી ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ હતી. નૂહ હિંસામાં બે હોમગાર્ડ સહિત ૬ લોકોના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.