જીવિત મહિલાનું ડેથ સર્ટિફિકેટ ઘરે આવતા ભારે હોબાળો થયો
(એજન્સી)વડોદરા, શહેરમાં એક વિચિત્ર ઘટના બની હતી જ્યારે સરકારી ચોપડે જે વિધવા મહિલા મૃત હતી તે અચાનક જીવતી આવતા બધા ચોંકી ગયા હતા. કિસ્સો આમાં એવો છે કે એક મહિલા હાંડોદ ગામમાં રહેતા હતા. જ્યાં વિધવાને મહિલાનું ડેથ સર્ટિફિકેટ ઘરે આવી ગયું હતું.
જાેકે આ મહિલા જીવતા હતા છતાં કેવી રીતે આ પ્રમાણે ઘટના ઘટી એ અંગે પરિવારજનો વિચારતા થઈ ગયા હતા. ત્યારપછી વિગતે તપાસ થઈ અને જાણવા મળ્યું કે એક જ નામ અને અટકના ૨ મહિલાઓના નામ અદલ બદલ થઈ જતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જાેકે ત્યારપછી પરિવારે આ મહિલા જીવિત છે એનું પ્રમાણ પત્ર લઈને દોડવું પડ્યું હતું.
વિધવાના આઘાતગ્રસ્ત પરિવારે સ્થાનિક કચેરીમાં જઈને આ અંગે અરજી કરી હતી. જ્યાં સમગ્ર ઘટનાક્રમ પર ફોડ પાડવામાં આવ્યો હતો. જાેકે ૨૭ જુલાઈએ મૃત્યુનુ પ્રમાણપત્ર જે છે તે ઈશ્યૂ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક જ વિસ્તારમાં રહેતા તથા સમાન નામ અને અટક વાળા મહિલાનું એસએસજી હોસ્પિટલ ખાતે અવસાન થયું હતું. જેમાં જે જીવિત મહિલા હતા તેના નામની આગળ મૃત લખાઈ ગયું અને જેમનું મૃત્યુ થયું હતું તેઓ હજુ જીવિત છે એ પ્રમાણે કન્ફ્યૂઝન થતા ચકચાર મચી ગઈ હતી. જાેકે હવે આને વિગતે નોંધ લેતા એ જાણવા મળ્યું કે બંનેના જિલ્લા અલગ અલગ છે. જેથી કરીને તારણ કાઢવામાં સરળતા રહી હતી.
હોસ્પિટલ સ્ટાફે કહ્યું કે “અમે અમારા તમામ રેકોર્ડ તપાસ્યા છે અને અમારા તરફથી કોઈ ભૂલ નથી. અમારા કેસ પેપર્સ સ્પષ્ટપણે ઉલ્લેખ કરે છે કે દર્દી છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના હાંડોદ ગામની હતી. ” રાજ્ય સંચાલિત એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે આ અંગે અમે વધારે તપાસ પણ કરી દીધી હતી.
હકીકતમાં, જ્યારે દર્દીને દાખલ કરવામાં આવી હતી, ત્યારે હોસ્પિટલે પુરાવા તરીકે તેના આધાર દસ્તાવેજાે એકત્રિત કર્યા હતા. જેમાં સંખેડા તાલુકાના હાંડોદ ગામનો પણ ઉલ્લેખ છે જે છોટાઉદેપુર અલગ જિલ્લો બને એ પહેલા વડોદરાનો ભાગ હતો, વળી ડો. અય્યરે કહ્યું કે હું આ દર્દીને ખાસ કરીને જાણું છે કારણ કે તે હોસ્પિટલમાં કામ કરતા ડ્રાઈવરના સાસુ હતા. જેથી મોટાભાગે દસ્તાવેજાેમાં ભૂલ એટલી બધી ન થઈ શકે.