સાસુએ ૪૩ વર્ષની વહુને કિડની ડોનેટ કરી આપ્યું નવજીવન
(એજન્સી)મુંબઈ, મોટાભાગની ટીવી સીરિયલોની કહાણી ભલે સાસુ-વહુ વચ્ચેની દુશ્મનાવટની આસપાસ ફરતી હોઈ પરંતુ કાંદિવલી વિસ્તારમાં રહેતા અને ૭૦થી વધુની ઉંમર ધરાવતા મહિલાએ તે સાબિત કરી બતાવ્યું છે કે, વાસ્તિવક જીવન કહાણીઓ કરતાં અલગ હોઈ શકે છે.
તેમણે આ અઠવાડિયાની શરૂઆતમાં જ પોતાની ૪૩ વર્ષની વહુને કિડની ડોનેટ કરી હતી અને તેને જીવનદાન બક્ષ્યું હતું. ભારતમાં ઓર્ગેન ડોનેટ કરતાં લોકોમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. તેઓ પોતાના માતા-પિતા, જીવનસાથી અથવા બાળકોને ડોનેટ કરે છે.
‘પરંતુ સાસુએ વહુને કિડની ડોનેટ કરી હો તેવા ખૂબ ઓછા કિસ્સા છે, મેં મારી અત્યારસુધીની પ્રેક્ટિસમાં આવા માંડ ત્રણ ડોનેશન જાેયા છે’, તેમ વહુ અમિષા મોતાની સારવાર કરી રહેલા નેફ્રોલોજિસ્ટ ડૉ. જતીન કોઠારીએ કહ્યું હતું. મોતા પરિવાર જ્યાં રહે છે,
તે કાંદિવલી વિસ્તારમાં જ રહેતા મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી સચિન સાવંતે શનિવારે પોતાના ટિ્વટર પર સાસુ પ્રભા મોતાએ કરેલા ડોનેશન અંગે ટ્વીટ કર્યા બાદ આ ખબર વાયરલ થઈ હતી. તેમણે લખ્યું હતું કે ‘મોતા પરિવાર દ્વારા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.