Western Times News

Gujarati News

કુમાર સાનુને મળવા ૧૨૦૦ કિલોમીટર સાઈકલ ચલાવીને આવ્યો ચાહક

જાેઈને ભાવુક થયા સિંગર

મુંબઈ, જાણીતા ગાયક કુમાર સાનુના અવાજના આજે પણ લોકો દિવાના છે. કુમાર સાનુના ગીતો ૯૦ના દશકામાં ખૂબ પ્રસિદ્ધ થયેલા હતા અને આજે પણ લોકો તેને યાદ કરે છે. કુમાર સાનુનો ક્રેઝ એવો છે કે તેમનો એક ચાહક ૧૨૦૦ કિલોમીટર સાઈકલ ચલાવીને મુંબઈ આવ્યો છે. A fan cycled 1200 kilometers to meet Kumar Sanu

રાજસ્થાનના ઝુનઝુનુથી તે કુમાર સાનુને મળવા માટે આવ્યો છે. સંગીતના ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન બદલ આભાર માનવા માટે તે એકલો સાઈકલ પર મુંબઈ આવી પહોંચ્યો છે. કુમાર સાનુ ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના પહેલા એવા સિંગર છે જેમના માટે કોઈ પ્રશંસકે આ પ્રકારે સાહસ કર્યું હોય. રાકેશ બાલોડિયા નામનો આ ચાહક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે.

તેને કુમાર સાનુનો અવાજ અને ગીતો ખૂબ પસંદ છે. કુમાર સાનુ જે ઈમોશન સાથે ગીતો ગાય છે તેમનો તે ચાહક છે. કેટલાય પડાકારો અને બદલાતા હવામાનનો સામનો કરીને તે કુમાર સાનુને મળવા આવી પહોંચ્યો છે. રાકેશના કુમાર સાનુ પ્રત્યેના પ્રેમે દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મીડિયા સાથે વાત કરતાં રાકેશે કહ્યું, “મારા પરિવારને ખબર છે કે, કુમાર સાનુના ગીતોનું મારા માટે શું મહત્વ છે.

આ જર્ની માત્ર શારીરિક નથી પરંતુ આ લેજન્ડ અને તેમના ગીતોને દિલથી ભાવાંજલી આપું છું.” ૪ ઓગસ્ટે સાંજે રાકેશ મુંબઈ આવી પહોંચ્યો હતો અને તેણે કુમાર સાનુ સાથે તેમના અંધેરીમાં આવેલા ઘરે મુલાકાત કરી હતી. કુમાર સાનુને મળીને તે ભાવુક થઈ ગયો હતો. આ તરફ કુમાર સાનુ પણ પોતાના ચાહકને જાેઈને લાગણીશીલ થયા હતા. તેમણે કહ્યું, “આટલો પ્રેમ જાેઈને હું ભાવુક થયો છું.

મને મારા ફેન્સ તરફથી આટલો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે તેના કારણે જ હું આજે અહીં છું. રાકેશ મને મળવા માટે ૧૨૦૦ કિલોમીટર સાઈકલ ચલાવીને આવ્યો એટલે જ મેં તેને આલિંગન આપ્યું. પહેલા તો મને નવાઈ લાગી કે કોઈ આટલા દૂરથી સાઈકલ ચલાવીને કઈ રીતે આવી શકે. તેને રસ્તામાં કંઈ થયું નહીં તે જાેઈને મને રાહત મળી છે. આજે અહીં તેને જાેઈને મને ખુશી થઈ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.