વિદ્યાપીઠના સત્તાધીશો સામે ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું
(એજન્સી)અમદાવાદ, ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી સર્વધર્મ પ્રાર્થના ઉપર એકાએક સત્તાધીશો દ્વારા રોક લગાવવામાં આવ્યો છે. ત્યારે સત્તાધીશોનાં આ જાેહુકમી ર્નિણય સામે ગૂજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગો વિરોધ નોંધાવ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટીધારણ કરી તેમજ રેટીયોકાતિને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનાં અવાજનો દબાવા માટે વિદ્યાપીઠનાં સત્તાધીશો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સત્તાધિશોની મનમાની સામે વિદ્યાર્થીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ મામલે ગૂજરાત યુનિવર્સિટીનાં કાર્યકારી કુલસચિવ નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે, જે મેટર છે તે બે ડિપાર્ટમેન્ટની મેટર છે. અને તે ડીનનાં અન્ડરમાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ તરફથી હજુ વહીવટીય વિભાગમાં હજુ કોઈ રજૂઆત આવી નથી.
એ લોકોએ જે રજૂઆત કરી છે તે ડીન કક્ષાએ કરી છે. કોઈ વિદ્યાર્થીને ઉપાસના કરતા રોકી ન શકાય અને રોકવામાં આવ્યા છે તેવી કોઈ માહિતી મારી પાસે આવી નથી. કોઈ પણ મુદ્દો હોય તો તેનો વાટાઘાટોથી તેનો ર્નિણય લાવી શકાય છે.
ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ મામલે કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠનાં માળખાને તોડવાનું કામ સરકારે કર્યું છે. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.
ત્યારે ૨ ડિનનો પ્રાર્થનાં સભામાં ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. હિંદી વિભાગ અને અર્થશાસ્ત્ર વિભાગનાં હેડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રામ ગોપાલ સિંહ અને નિમિષા શુક્લ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ઉગ્ર બોલાચાલીથી પ્રાર્થનાખંડની શિસ્તતા ખોરવાઈ હતી.