આશ્રમની બહાર ત્યજી દેવાયેલી ટિવન્સ બહેનોને USમાં રહેતી મહિલાએ દત્તક લીધી
દત્તક લેવાયેલી ટિવન્સ સહીત ત્રણ બાળકીના પાસપોર્ટ માત્ર દસ દિવસમાં કાઢી આપ્યા
(એજન્સી)અમદાવાદ, દત્તક લેવામાં આવેલી ત્રણ બાળકીઓના પાસપોર્ટ આપવાનો સમય આગામી સપ્ટેમ્બર માસ હતો. આ બાળકીઓને દત્તક લેનાર બે પરીવારોની વિઝાથી તારીખ આ સપ્તાહમાં હતી. જાે બાળકીઓનો પાસપોર્ટ ના મળે તો તેને વિદેશ લઈ જવામાં મુશ્કેલી પડે તેમ હતી.
આવી વિકટ સ્થિતીની ખબર પડતા પાસપોર્ટ ઓફીસે માનવતાભર્યું વલણ દાખવતા વિદેશના બંને પરીવારને તેમણે દત્તક લીધેલી બાળકીઓના પાસપોર્ટ આઅજએ જ આપી દેતા આ બંને પરીવારોમાં ખુશીની લાગણી છવાઈ હતી. હવે તેઓ આરામથી દત્તક લીધેલી બાળકીઓ સાથે વિદેશ જઈ શકશે.
અમદાવાદના એક આશ્રમની બહાર ત્યજી દેવાયેલી ટિવન્સ બહેનોને યુએસમાં રહેતી ભારતીય મુળની દીપીકા પટેલે દત્તક લીધી છે. દત્તક લીધેલી રોશની અને અવનીને દતક લેવાની પ્રોસેસ પુર્ણ થયાય બાદ વિઝા માટેની પણ તારીખ આવી ગઈ હતી.
બીજી તરફ પાસપોર્ટ માટે આ ટિવન્સ બહેનોનો વારો સપ્ટેમ્બર માસમાં આવતો હતો. તેના પગલે તેને દત્તક લેનાર પરીવાર મુંઝવણમાં મુકાઈ ગયો હતો. બીજા એક કિસ્સામાં મહેસાણાના પાસેના એક ગામડાની સીમમાં બાળકીને ત્યજીી દેવાયા બાદ પાલડીના શિશુગૃહના લાવવામાં આવી હતી.
આ બાળકીને ભારતીય મુળના ઝીયા શેખે યુએસની એમી શેખ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ આ બાળકી માટે અરજી કરીને બાળકી દત્તક લીધી હતી. હવે દત્તક લીધેલી ઈનાયા શેખના પણ વીઝા માટેની તારીખ નજીકના સમયમાં મળી હતી પરંતુુ પાસપોર્ટને લઈને મુંઝવણમાં મુકાયા હતા.