આરાધ્યાને કોઈ પણ સમસ્યા હોય તો તે દોડીને ઐશ્વર્યા પાસે જાય છે
મુંબઈ, બોલિવુડનાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન જ્યારે પણ મીડિયા સામે આવ્યા છે ત્યારે તેમના રુક્ષ અને ગુસ્સાભર્યા વલણના કારણે ચર્ચામાં રહ્યા છે. જાેકે, તેમના દીકરા અને એક્ટર અભિષેક બચ્ચનનું કહેવું છે કે, રિયલ લાઈફમાં જયા બચ્ચન ખૂબ જ પ્રેમાળ અને મમતાની મૂર્તિ સમાન છે. સાથે જ તેના ઉછેરમાં જયા બચ્ચને આપેલા ફાળા વિશે પણ અભિષેકે વાત કરી છે. ઉપરાંત અભિષેકે પોતાના દીકરી આરાધ્યા સાથેના સંબંધ વિશે પણ વાત કરી છે.
ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું, “લોકોમાં એવો મત છે કે મારી મમ્મી ખૂબ કડક છે પરંતુ એવું નથી. જ્યારે તમને કોઈ ઈજા થાય ત્યારે તમે દોડીને તેની પાસે જાવ છો. મા, મા હોય છે. પિતા-પુત્રના સંબંધમાં પિતા હંમેશા બાળકના હીરો હોય છે અને તે તેમના જેવા બનવા માગે છે. જ્યારે મા શબ્દ જ પોતે પ્રેમનું રૂપ છે. હું નાનો હતો ત્યારે મારા પપ્પા ભાગ્યે જ ઘરે મળતા હતા કારણકે તેઓ કામમાં ખૂબ વ્યસ્ત હતા. એવા કેટલાય અઠવાડિયા હોતા હતા જ્યારે અમે તેમને મળી નહોતા શકતાં.
તેઓ ઘરમાં બાજુના રૂમમાં ઊંઘતા હોય પણ અમે નહોતા મળી શકતાં. તેઓ જ્યારે શૂટિંગ પરથી પાછા આવતાં ત્યારે અમે ઊંઘતા હોઈએ અને સવારે અમે ઉઠીએ એ પહેલા તો તે જતા પણ રહેતા. તમે સમજી શકો છો કે તેઓ કેટલી મહેનત કરતા હતા. મને અને મારી બહેનને પિતાની ગેરહાજરી ક્યારેય વર્તાઈ નથી તેનું કારણ અમારી મમ્મી છે.
આજે હું પિતા છું અને મારી દીકરી જે રીતે મને પ્રતિક્રિયા આપે છે તે હું જાેઈ શકું છું. તેણી મને પોતાનો ફ્રેન્ડ માને છે પરંતુ જ્યારે પણ કંઈક મુસીબત આવે તો તે સૌથી પહેલી દોડીને તેની મમ્મી પાસે જાય છે, તેમ અભિષેકે વાત આગળ વધારતાં જણાવ્યું હતું. જણાવી દઈએ કે, અભિષેક બચ્ચને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.
અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યાનો જન્મ ૨૦૧૧માં થયો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન સંયામી ખેર સાથે ફિલ્મ ‘ઘૂમર’માં જાેવા મળશે. જયા બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ હતા.SS1MS