Western Times News

Gujarati News

ખેડાના વસોમાં ફરજ પર હાજર અધિકારીનું હાર્ટએટેકથી મોત

share broker suicide

પ્રતિકાત્મક

(એજન્સી)ખેડા, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર એટીડીઓને હાર્ટએટેક આવતા મૃત્યું થયું છે.

એટીડીઓઅજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો છે. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને એટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા. તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,

ગુજરાત રાજ્ય તલાટી મહામંત્રી પણ અજયસિંહ જામ રહી ચુક્યા છે. નડીયાદ નજીક હાથજ ગામના વતની છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

જ્યારે યુવાનોને હાર્ટ ઍટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.