રાહુલ ગાંધીની લોકસભામાં ફ્લાઈંગ કિસ પર સ્મૃતિ ઈરાની વિફર્યા
(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં મણિપુર વિવાદને લઈને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કર્યા… તો રાહુલને વળતો જવાબ આપવા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ ઈરાની પણ આક્રમક જાેવા મળ્યા.
લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ સ્મૃતિ ઈરાની ઉભા થયા હતા અને તેમણે રાહુલ ગાંધી પર અભદ્ર ઈશારો કરવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો.
આવું માત્ર એક મહિલા દ્વેષી વ્યક્તિ જ કરી શકે છે, જે સંસદમાં મહિલા સભ્યોની હાજરીમાં ફ્લાઈંગ કિસ આપી શકે છે…. ઈરાનીએ વધુમાં કહ્યું કે, આવું ખરાબ કૃત્ય સંસદમાં ક્યારેય જાેવા મળ્યું નથી… આ તે પરિવારા લક્ષણો છે, જે દેશના લોકોને આજે સંસદથી ખબર પડી છે.
Well said Priyanka chaturvedi 🔥#FlyingKiss pic.twitter.com/gXM1gfIabB
— Mr. R Gandhi 🇮🇳 (@Mr_RGandhi) August 9, 2023
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારત માતાની હત્યાની વાતો કરનારા ક્યારે પાટલી થપથપાવતા નથી… કોંગ્રેસીઓએ માતાની હત્યા માટે પાટલી થપથપાવી છે. તેમણે કહ્યું કે, મણિપુર આપણા દેશનું અભિન્ન અંગ છે.
મણિપુરની કમનસીબ ઘટનાની સીબીઆઈ તપાસ ચાલી રહી છે ઃ સ્મૃતિ ઈરાની
નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં આ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, આ આક્રમક વર્તનનું ખંડન કરું છું. ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે.
મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે. યુપીએના નેતાએ તામિલનાડુમાં વક્તવ્ય આપ્યું છે કે ભારત એટલે ઉત્તર ભારત. કાશ્મીરના વિભાજનની સંભાવના જાેવી જાેઈએ. ગાંધી ખાનદાનમાં દમ હોય તો એ કોંગ્રેસી નેતા સામે કડક પગલાં લો. ૧૯૮૪ના શીખ રમખાણોને યાદ કરો. કોંગ્રેસ જ જવાબદાર છે.
કાશ્મીરની વાદીઓમાં રોજ ગોળીનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી મોદીએ ૩૭૦ હટાવ્યા પછી આ બધું બંધ થઈ ગયું છે. કાશ્મીરમાં દીકરીનાં લગ્ન થાય તો દીકરીઓના હક છીનવાતા, કારણ કે કોંગ્રેસે ૩૭૦ કલમ લગાવી. આ દેશમાં ૩૭૦ પાછી નહીં આવે. પંડિતોને ધમકી આપનારું કોઈ નહીં બચે. મેં મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી.
સીબીઆઈ ઈન્કવાયરી ચાલી રહી છે. ૧૯૮૪નાં શીખ તોફાનો પછી ગિરિજા ટિક્કુના ટુકડા કર્યા, રાજસ્થાનમાં ૧૪ વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર થયો. પશ્ચિમ બંગાળમાં ૬૦ વર્ષની મહિલા સાથે ગેંગરેપ થયો. ૨૦૧૨માં તરુણ ગોગોઈએ વકતવ્ય આપેલું કે કોકરાજારમાં તોફાનો થઈ રહ્યાં છે ને કોંગ્રેસ પ્રોટેક્શન આપતી નથી.
૨૦૦૫-૦૬માં યુપીએની સરકારને ખબર પડી ગઈ હતી કે ખુલ્લામાં શૌચાલય જવાથી મહિલાઓનો બળાત્કાર થાય છે, પણ એ ચૂપ રહ્યા. ૨૦૧૦માં વર્લ્ડ બેન્કનો રિપોર્ટ છે કે દેશમાં સ્વચ્છતાના અભાવે આર્થિક જીડીપી ડાઉન છે. આ તેમની સરકારમાં જ બન્યું. ૨૦૧૪ પછી ૧૦ મિલિયન ટોઈલેટ બન્યાં. તેમને ખબર નથી કે દિવસની શરૂઆતમાં શૌચ માટે જવું કે સૂર્ય આથમવાની રાહ જાેવી પડતી હતી.