Western Times News

Gujarati News

વિશ્વનો સૌથી મોંઘો સિક્કો જેનાથી ડઝનબંધ મર્સિડીઝ કાર ,બંગલો પણ ખરીદી શકાય !!

નવી દિલ્હી, વિશ્વનો સૌથી મોંઘો સિક્કો સેન્ટ-ગાઉડંસ ડબલ ઇગલ છે, જે ઓગસ્ટસ સેન્ટ-ગૌડેન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સિક્કો ૧૯૦૭ અને ૧૯૩૩ ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો અને માત્ર ૪,૪૫,૫૦૦ સિક્કા બનાવવામાં આવ્યા હતા. આમાંથી દુનિયામાં માત્ર ૧૨ સિક્કા બચ્યા છે.

અમેરિકામાં યોજાયેલી હરાજીમાં આ એક સિક્કાની કિંમત ૧૬૩ કરોડ રૂપિયા સુધી લગાવવામાં આવી છે. આ કડીમાં બીજાે નંબર અમેરિકાના ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલરનો આવે છે, જે અમેરિકામાં જ બનાવવામાં આવ્યો હતો. આ સિક્કો ૧૭૯૪ માં બનાવવામાં આવ્યો હતો અને માત્ર ૧,૭૫૮ સિક્કા બનાવવામાં આવ્યા હતા. World’s most expensive coin

અત્યારે દુનિયામાં માત્ર ૬ સિક્કા બચ્યા છે. એક હરાજીમાં આ દરેક સિક્કાની કિંમત ૧૦૭.૫૭ કરોડ રૂપિયા હતી. બ્રાશર ડબલૂન સિક્કો પણ વિશ્વના સૌથી મોંઘા સિક્કાઓમાં આવે છે. તે ૧૭૮૭ માં ન્યુ યોર્કના સુવર્ણકાર એફ્રાઈમ બ્રાશર દ્વારા બનાવવામાં આવ્યો હતો. દુનિયામાં આવા માત્ર ૭ સિક્કા હતા.

અમેરિકામાં આ પહેલો સોનાનો સિક્કો હતો. આ એક સિક્કાની કિંમત ૮૦.૮૯ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મોંઘા સિક્કાઓની શ્રેણીમાં એડવર્ડ ૩ ફ્લોરિનનો ચોથો નંબર આવે છે. તે ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેની ખાસ ડિઝાઈનને કારણે આ સિક્કો ખૂબ જ દુર્લભ છે અને તેને મૂલ્યવાન પણ માનવામાં આવે છે.

એક હરાજી દરમિયાન આ સિક્કાની કિંમત ૫૫.૦૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સાઉદી અરેબિયામાં ટંકશાળ કરાયેલ ઉમૈયા સોનાના દિનારને વિશ્વનો 5મો સૌથી મોંઘો સિક્કો માનવામાં આવે છે. આ સિક્કો ઉમૈયા સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યો હતો. તે જાેવામાં ખૂબ જ સુંદર છે અને તેની ખાસ ડિઝાઇન છે.

તેના એક સિક્કાની કિંમત ૪૩.૭૮ કરોડ રૂપિયા છે. કેનેડિયન ગોલ્ડ મેપલ લીફ ૧૯૭૯ માં કેનેડામાં સૌપ્રથમ ટંકશાળ કરવામાં આવી હતી, તેને વિશ્વનો 6ઠ્ઠો સૌથી મોંઘો સિક્કો ગણવામાં આવે છે. આ સિક્કો ૯૯ ટકા શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યો હતો. એક વર્ષમાં માત્ર એક સિક્કો બનાવવામાં આવ્યો હતો અને તેનું વજન ૧ ટ્રોય ઔંસ હતું. એક હરાજીમાં આ સિક્કાની કિંમત ૪૨.૯૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.