મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશેઃ પ્રધાનમંત્રી મોદી
અવિશ્વાસના પ્રસ્તાવ પર વડાપ્રધાને ૨ કલાક ૧૨ મિનિટ આપેલો જવાબ
-વડાપ્રધાને લોકસભામાં વિરોધ પક્ષો ઉપર કરેલાં આકરાં પ્રહારોઃ કોંગ્રેસે ભારતને તોડ્યાનો આક્ષેપ
નવી દિલ્હી, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર આજે ચર્ચાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અંદાજમાં વિપક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. ભારતનો તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે
પરંતુ વિપક્ષોને આ વાત પર વિશ્વાસ નથી. વિપક્ષો જે વસ્તુઓની ટીકા કરે છે તેનું સારું થાય છે. વિપક્ષોને ભારતની વેક્સીન ઉપર પણ ભરોસો નહોતો અને કોંગ્રેસે તો ગાંધીનું નામ પણ ચોરી લીધું છે. મણિપુરના મુદ્દે તેમણે જણાવ્યું હતું, સમગ્ર દેશ મણિપુરની સાથે છે અને નજીકના દિવસોમાં જ મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશે.
બે કલાકથી વધુ સમય વડાપ્રધાને સંસદમાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન વિરોધ પક્ષોએ વોકઆઉટ કરતાં તેમનાં આ વોકઆઉટ પર વડાપ્રધાન આકરી ટીકા કરી હતી. વડાપ્રધાને ખાતરી આપી હતી કે, ત્રીજી વખત એનડીએની સરકાર બનશે જ અને ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે. વડાપ્રધાનનાં જવાબ બાદ એનડીએ પાસે બહુમતી હોવાથી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન થતાં તે દરખાસ્ત રદ થઈ ગઈ હતી.
વિપક્ષના વોકઆઉટ પછી મણિપુર પર બોલ્યાઃદેશના નાગરિકોને આશ્વાસન આપું છું કે મણિપુરમાં નજીકના દિવસોમાં શાંતિનો સૂરજ ઊગશે, દેશ મણિપુરની સાથે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના ત્રીજા દિવસ જવાબ આપ્યો હતો. ૨ કલાક ૧૨ મિનિટના ભાષણમાં વડાપ્રધાને કહ્યું- ેંઁછને લાગે છે કે દેશના નામનો ઉપયોગ કરીને વિશ્વસનીયતા વધારી શકાય છે. આ ઈન્ડિયા ગઠબંધન નથી. આ એક ઘમંડીયાનું ગઠબંધન છે. દરેક વ્યક્તિ તેમના દરબારમાં વરરાજા બનવા માગે છે. દરેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માગે છે.
અહીં મોદીનું ભાષણ શરૂ થયાના એક કલાક બાદ વિપક્ષી દળોએ ‘વી વોન્ટ મણિપુર’ના નારા લગાવ્યા હતા. વિપક્ષના સાંસદો ૯૦ મિનિટ બાદ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ૨૬ જુલાઈના રોજ વિપક્ષે મણિપુરના મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો ર્નિણય કર્યો હતો. તેના બીજા દિવસે એટલે કે ૨૭ જુલાઈએ લોકસભાના અધ્યક્ષે વિપક્ષના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, તેઓ ભગવાનનો આભાર માને છે કે તેમણે વિપક્ષને સૂચન કર્યું અને તેઓ પ્રસ્તાવ સાથે આવ્યા. ૨૦૧૮માં પણ તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે આ અમારી સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી. તેમનો ફ્લોર ટેસ્ટ છે. એવું જ થયું. જ્યારે મતદાન થયું ત્યારે વિપક્ષો પણ તેમની પાસે જેટલા મત એકઠા કરી શક્યા ન હતા.
વિપક્ષના પ્રસ્તાવ પર ૩ દિવસથી અહીં ભારે ચર્ચા ચાલી રહી છે. વિપક્ષે સત્રની શરૂઆતથી જ ગંભીરતા સાથે ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હોત તો સારું થાત. ભૂતકાળમાં, આ ગૃહ અને બંને ગૃહોએ અહીં જન વિશ્વાસ બિલ, મેડિકલ બિલ, ડેન્ટલ કમિશન બિલ જેવા ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કર્યા હતા.
પરંતુ રાજકારણ તમારા માટે પ્રાથમિકતા છે. જે કામ માટે દેશની જનતાએ તેમને અહીં મોકલ્યા હતા, તે જનતા સાથે પણ દગો થયો છે. વિરોધ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવના આવરણ હેઠળ જનતાનો વિશ્વાસ તોડ્યો છે. અમે યુવાનોને કૌભાંડમુક્ત સરકાર આપી છે.
વિશ્વમાં ભારતની કલંકિત પ્રતિષ્ઠા સંભાળવામાં આવી છે. હજુ પણ કેટલાક લોકો એવો પ્રયાસ કરી રહ્યા છે કે પ્રતિષ્ઠાને ડાઘ લાગે. ભારત પ્રત્યે વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન અમારા વિરોધે શું કર્યું? તેઓએ અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાનો વિશ્વાસ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.
છેલ્લા ૫ વર્ષમાં ૧૩.૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ૈંસ્હ્લ લખે છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે. ઉૐર્ંએ કહ્યું છે કે જલ જીવન દ્વારા ૪ લાખ લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. ેંદ્ગૈંઝ્રઈહ્લએ કહ્યું કે સ્વચ્છ ભારતને કારણે દર વર્ષે ગરીબોના ૫૦ હજાર રૂપિયાની બચત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એવા લોકો છે
જેઓ દેશની ક્ષમતામાં વિશ્વાસ કરતા નથી. અમારી સરકારના આગામી કાર્યકાળમાં એટલે કે ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી ટોચની અર્થવ્યવસ્થા બની જશે. કોંગ્રેસને હુર્રિયત, અલગતાવાદીઓમાં વિશ્વાસ હતો. ભારતે આતંકવાદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી, એર સ્ટ્રાઈક કરી. તેમને ભારતીય સેના પર નહીં પણ દુશ્મનની હોડમાં વિશ્વાસ હતો.
આજે દુનિયામાં કોઈ ભારત માટે કોઈ ખરાબ શબ્દ બોલે તો તરત જ માની લેવામાં આવે છે, તરત જ પકડી લે છે. કોરોના મહામારી આવી, ભારતીય વૈજ્ઞાનિકોએ મેડ ઇન ઇન્ડિયા વેક્સીન બનાવી, તેના પર ભરોસો નહોતો. મતદારોને ભૂલાવવા માટે માટે ગાંધી નામ પણ…દર વખતે ચોરી લીધું.
ચૂંટણી ચિન્હ જુઓ, બે બળદ, એક ગાય અને વાછરડું, પછી હાથનો પંજાે. આ બધા તેમના કામો છે. તે દરેક વલણ બતાવે છે. બધું એક પરિવારના હાથમાં કેન્દ્રિત છે. મણિપુરમાં કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો, એ આપણે જાણીએ છીએ. તેના પક્ષ-વિપક્ષમાં જે પરિસ્થિતિઓ બની, હિંસાનો દોર શરૂ થયો, મહિલાઓ સાથે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા, આ અક્ષમ્ય છે. કેન્દ્ર અને રાજ્યો ગુનેગારોને ન્યાય અપાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.