Western Times News

Gujarati News

ઈન્ફિબીમ એવન્યુઝ ગિફ્ટ સિટી ખાતે ભારતનું પ્રથમ AI હબ બનાવશે

એઆઈ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક યોજના સાથે કંપનીએ બોલ્ડ અને વ્યૂહાત્મક પગલું ભર્યું-વધતા જતા એઆઈ-સક્ષમ ફ્રોડ ડિટેક્શન માર્કેટને સર કરવાની યોજના

ગાંધીનગર, ભારતની પ્રથમ લિસ્ટેડ ફિનટેક કંપની ઈન્ફિબિમ એવન્યુઝ લિમિટેડે એઆઈ-સક્ષમ ફ્રોડ ડિટેક્શન માર્કેટને સર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)માં પ્રવેશવાની તેની યોજનાની જાહેરાત કરી છે. કંપની ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) હબની સ્થાપના કરશે. Infibeam Avenues Ltd plans to foray into Artificial Intelligence space, to build India’s first AI HUB at GIFT City

જેનું મુખ્ય મથક ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે રહેશે. કંપની ફ્રોડ ડિટેક્શન, ઓથેન્ટિકેશન અને રિસ્ક આઈડેન્ટિફિકેશન (એફએઆર) માટે એઆઈ સોલ્યુશન્સ પર આધારિત ફિનટેક અને ફાઈનાન્સિયલ સેક્ટર પર ધ્યાન આપશે જેથી સ્થાનિક અને વૈશ્વિક બજાર માટે એઆઈ ઈકોસિસ્ટમ ઊભી કરી શકાય અને સોલ્યુશન્સ વિકસાવી શકાય.

કંપની એઆઈ હબના નિર્માણ અને સંવર્ધન માટે આગામી ત્રણ વર્ષમાં વ્યૂહાત્મક રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ વ્યૂહાત્મક પગલામાં એઆઈ એન્જિનિયર્સ, ડેટા સાયન્ટિસ્ટ્સ અને અન્ય સ્ટાફની ભરતી કરીને ઇન-હાઉસ ટેલેન્ટ પૂલનું નિર્માણ, વૈશ્વિક સહયોગની શરૂઆત અને એઆઈ સ્ટાર્ટ-અપ્સને ફંડિંગ, મેન્ટરશિપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૃદ્ધિ માટે વ્યવસાયની તકોની એક્સેસ સાથે સુવિધા આપવાનો સમાવેશ થાય છે.

શ્રી વિશાલ મહેતા, જેઓ કોર્નેલ યુનિવર્સિટી યુએસએના એન્જિનિયર છે અને માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેઓ એઆઈ હબના દૈનિક સંચાલનની દેખરેખ રાખશે તથા ઈન્ફિબિમ એવન્યુઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. તેઓ ભૂતપૂર્વ એમેઝોન એક્ઝિક્યુટિવ છે અને પ્રારંભિક રચનાત્મક વર્ષો દરમિયાન એમેઝોન ઇન્કોર્પોરેશનના સ્થાપક જેફ બેઝોસ અને તેમની લીડરશીપ ટીમ સાથે નજીકથી કામ કર્યું છે.

એઆઈ હબ ફાઈનાન્શિયલ સિસ્ટમ્સ, બિઝનેસીસ તથા રાષ્ટ્રહિત માટે વધી રહેલા જોખમો ખાળવા માટે વ્યવસાયો, સંગઠનો અને સરકારો માટે એક્શનેબલ વિનિંગ ફ્રોડ ડિટેક્શન સોલ્યુશન્સ પૂરા પાડવા તથા ડેટાનું પૃથક્કરણ કરવા માટે રોજબરોજની પ્રવૃત્તિઓમાં એઆઈ અને મશીન લર્નિંગ (એમએલ) લાવવા “વન-સ્ટોપ શોપ” બનવાનું આયોજન ધરાવે છે.

ઈન્ફિબિમ વિશાળ પેમેન્ટ પ્રોસેસિંગ ડેટા ધરાવે છે, જે નાણાંકીય ક્ષેત્રે છેતરપિંડી શોધવા માટે ડીપ લર્નિંગ અલ્ગોરિધમ અને મોડેલ્સ બનાવવા માટે ટેક્નોલોજીનો પાયો પૂરો પાડે છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 4.5 લાખ કરોડ (54 અબજ યુએસ ડોલર)ના સોદા પ્રોસેસ કર્યા હતા અને ડિજિટલ પેમેન્ટ્સ તથા એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્લેટફોર્મ પર 80 લાખથી વધુ ક્લાયન્ટ્સ ધરાવે છે.

“એફએઆર (ફ્રોડ ડિટેક્શન, ઓથેન્ટિકેશન અને રિસ્ક આઇડેન્ટિફિકેશન) પહેલ હેઠળ, એઆઈ હબની સ્થાપના એ એઆઈ નવીનતાને પ્રોત્સાહન આપવા, પ્રતિભાને આકર્ષવા અને સહાયક ઇકોસિસ્ટમ બનાવવાની વ્યાપક યોજના સાથે એક બોલ્ડ અને વ્યૂહાત્મક પગલું છે

જે ફ્રોડ મેનેજમેન્ટ સોલ્યુશન્સ વિકસાવશે અને ઓફર કરશે” એમ ઈન્ફિબિમ એવન્યુઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ મહેતાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે માત્ર એઆઈ દ્વારા ચૂકવણી અને ઈ-કોમર્સમાં છેતરપિંડીના વધતા કેસોને અસરકારક રીતે સંબોધિત કરી શકાય છે. બજારના અહેવાલ મુજબ, ફ્રોડ ડિટેક્શન અને પ્રિવેન્શન માર્કેટનું કદ વર્ષ 2021માં 25.66 અબજ ડોલર હતું અને વર્ષ 2029 સુધીમાં 129 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.

એઆઈ સંસ્થાઓ માટે છેતરપિંડી પ્રવૃતિઓને ઓળખવામાં, અટકાવવામાં, શોધવામાં અને તેનો પ્રતિસાદ આપવામાં મદદ કરીને ફ્રોડ મેનેજમેન્ટમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. એઆઈ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને, રિઅલ-ટાઇમ મોનિટરિંગ સાથે બિગ ડેટો સોર્સીસને જોડીને તથા એડપ્ટિવ અને પ્રીડિક્ટિવ એનાલિટિક્સ ટેક્નિક્સનો ઉપયોગ કરીને, તે એવી પેટર્ન અને વિસંગતતાઓને શોધી શકે છે

જે છેતરપિંડીવાળી પ્રવૃત્તિઓ સૂચવે છે, જેમ કે પેમેન્ટ ફ્રોડ, ઓળખની ચોરી અથવા ફિશિંગ એટેક્સ. આ એઆઈ-આધારિત સોલ્યુશન્સ સતત અનુકૂલન કરી શકે છે અને નવી ફ્રોડ પેટર્ન અને ટ્રેન્ડ્સમાંથી શીખી શકે છે, તેમની ડિટેક્શન ક્ષમતામાં સતત સુધારો કરી શકે છે. વધુમાં, એઆઈ-આધારિત સિસ્ટમો છેતરપિંડી નિવારણ માટે વધુ વ્યાપક અભિગમ પ્રદાન કરવા માટે ઓળખ ચકાસણી અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી અન્ય સુરક્ષા પ્રણાલીઓ સાથે એકીકૃત થઈ શકે છે.

“અમે વોટરશેડ ક્ષણ પર છીએ. અમારું માનવું છે કે ભારતમાં એઆઈ અપનાવવા અને તેની જાગૃતતા આગામી 3-5 વર્ષમાં ઉચ્ચ સ્તરે પહોંચશે અને સરકારે સરકારી પ્રક્રિયાઓમાં ટેક અડોપ્શન સરળ બનાવવા સાથે ભારતને એક નવી એઆઈ ટેક્નોલોજી ઇનોવેશન હબ તરીકે ઉભરવા માટેનું વિઝન પહેલેથી જ આગળ વધારી દીધું છે.

અમારું રોકાણ આ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત માનવ સંસાધનોનું સંવર્ધન કરશે અને જટિલ, ઉચ્ચ-મૂલ્યવાળા વ્યાપારી અને સરકારી ઉપયોગના કેસો માટે અદ્યતન ડેટા-આધારિત ઇન્ટેલિજન્સ એપ્લિકેશન વિકસાવવામાં સક્ષમ બનાવશે,” એમ ઈન્ફિબિમ એવન્યુઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ મહેતાએ જણાવ્યું હતું.

શરૂઆતમાં કંપનીના અગ્રતા ક્ષેત્રો ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાંકીય ક્ષેત્રમાં હશે, જ્યાં એઆઈ અને એમએલ અલ્ગોરિધમ્સ વાસ્તવિક સમયના ધોરણે ક્રેડિટ કાર્ડ્સ, ઓનલાઈન બેન્કિંગ અથવા ઈ-કોમર્સ જેવા ઓનલાઈન વ્યવહારોમાં છેતરપિંડીની પ્રવૃત્તિઓ શોધી કાઢે છે. લાંબા ગાળે, એઆઈ હબ ખાતેની ઇન-હાઉસ ટીમ બેંકિંગ, નાણાંકીય સેવાઓ, વીમા, એફએમસીજી, ઉત્પાદન, ફિનટેક, ઉપયોગિતા ક્ષેત્ર, સરકાર અને સરકારી એજન્સીઓ માટે કસ્ટમાઇઝ્ડ ફ્રોડ ડિટેક્શન અને પ્રિવેન્શન સોલ્યુશન્સ વિકસાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.