Western Times News

Gujarati News

NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ BSE/NSE પર લિસ્ટ થઈ

ઉત્તર અમેરિકા અને યુરોપમાં ફોર્ચ્યુન 1000 અને ગ્લોબલ 500 કોર્પોરેશનોને મેનેજ્ડ ટ્રેનિંગ સર્વિસ ઓફર કરતી એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડે (એનઆઈઆઈટી એમટીએસ) બીએસઈ અને એનએસઈ પર તેના લિસ્ટિંગ દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં તેનો પ્રવેશ કર્યો છે. કંપનીએ આજે બીએસઈ ખાતે તેનો લિસ્ટિંગ સેરેમની યોજી હતી જેમાં ટ્રેડિંગની શરૂઆત નિમિત્તે ઔપચારિક બેલ રિંગિંગનો સમાવેશ થાય છે.

આ મહત્વપૂર્ણ પ્રસંગે રાજેન્દ્ર સિંહ પવાર (એનઆઈઆઈટીના સહ-સ્થાપક અને અધ્યક્ષ, એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ), વિજય કે. થડાની (એનઆઈઆઈટીના સહ-સ્થાપક અને વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ), પી રાજેન્દ્રન

સહ-સ્થાપક અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, એનઆઈઆઈટી લિમિટેડ) અને સપનેશ લલ્લા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ, એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ)ની હાજર રહ્યા હતા. લિસ્ટિંગ સેરેમનીમાં મેનેજમેન્ટ ટીમ, અગ્રણી ગ્રાહકો, રોકાણકારો, શુભેચ્છકો અને કંપનીના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

એનઆઈઆઈટી એમટીએસ, એનઆઈઆઈટીના કોર્પોરેટ લર્નિંગ બિઝનેસ (સીએલજી)નું સંચાલન કરે છે જે કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેન્જમેન્ટની મંજૂરીના આધારે એનઆઈઆઈટી લિમિટેડમાંથી એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડમાં ડિમર્જ થઈ ગઈ છે. ડિમર્જર 24 મે, 2023ની તારીખથી વિવિધ હિતધારકો અને એનસીએલટીની મંજૂરી પછી અમલી બન્યું હતું. ડિમર્જરના પરિણામે એનઆઈઆઈટી લિમિટેડના દરેક શેરધારકને તેમની પાસે એનઆઈઆઈટી લિમિટેડના દરેક શેર માટે એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડનો એક શેર ફાળવવામાં આવ્યો છે, જેના માટે રેકોર્ડ તારીખ 8 જૂન, 2023 નક્કી કરવામાં આવી હતી.

આ ડિમર્જર મેનેજ્ડ ટ્રેનિંગ સર્વિસીસ બિઝનેસની વિશિષ્ટ તકો, ભૌગોલિક અને બજાર ગતિશીલતા, ગ્રાહક સેગમેન્ટ્સ, પ્રોડક્ટ ઓફરિંગ અને વૃદ્ધિના માર્ગને ઓળખે છે. તે બિઝનેસને વધુ તીક્ષ્ણ ફોકસ, સરળ નિર્ણય લેવાની, વૃદ્ધિની મૂડીની કેન્દ્રિત ફાળવણી અને ઉન્નત ચપળતા પ્રદાન કરશે.

એનઆઈઆઈટીના સહસ્થાપક તથા એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડના ચેરપર્સન શ્રી રાજેન્દ્ર સિંહ પવારે જણાવ્યું હતું કે, “અમે અમારી નવી લિસ્ટેડ એન્ટિટી – ‘એનઆઈઆઈટી એમટીએસ’ રજૂ કરતા ગર્વ અને રોમાંચ અનુભવીએ છીએ. મેનેજ્ડ ટ્રેઇનિંગ સર્વિસિસ બિઝનેસ લર્નિંગ આઉટસોર્સિંગ સ્પેસમાં વૈશ્વિક સ્તરે ટોચના પાંચમાં સ્થાન પહોંચ્યો છે. વૈશ્વિક કોર્પોરેટ ટ્રેનિંગ માર્કેટ હાલમાં અંડરપેનિટ્રેટેડ છે અને એનઆઈઆઈટી એમટીએસ પાસે આ ક્ષેત્રે લીડર બનવાની તક છે.”

એનઆઈઆઈટીના સહ-સ્થાપક તથા એનઆઈઆઈટી લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય કે થડાનીએ જણાવ્યું હતું કે, “એનઆઈઆઈટી મેનેજ્ડ ટ્રેઈનિંગ સર્વિસીસ મુખ્ય ગ્રાહકો તરીકે 80થી વધુ ફોર્ચ્યુન 1000 કંપનીઓનો વિશ્વાસ ધરાવે છે. અમારા મોટાભાગના ગ્રાહકો તેમના સંબંધિત ઉદ્યોગોમાં અગ્રણી છે. અમારા વ્યાપક, ઉચ્ચ પ્રભાવથી સંચાલિત લર્નિંગ સોલ્યુશન્સ એક સમૃદ્ધ કાર્યબળને સક્ષમ કરવા માટે શ્રેષ્ઠ લર્નિંગ થિયરી, ટેક્નોલોજી, ઓપરેશન્સ અને સર્વિસીઝની શ્રેષ્ઠતાને એકસાથે રજૂ કરે છે. આ અનન્ય, અલગ અને આકર્ષક રજૂઆત કંપનીને ટકાઉ મૂલ્ય નિર્માતા બનાવે છે.

નાણાંકીય વર્ષ 2023માં કંપનીએ રૂ 13,618 મિલિયનની આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 20% વધી હતી. એબિટા રૂ. 3,154 મિલિયન રહ્યો હતો જેમાં ઓપરેટિંગ માર્જિન 23% હતું. ચોખ્ખો નફો રૂ. 1,922 મિલિયન તથા ઈપીએસ રૂ. 14.3 રહી હતી. આરઓસીઈ 49.6% અને આરઓઈ 29.2% પર હતો. એનઆઈઆઈટી એમટીએસ પાસે વર્ષના અંતે ગ્રાહક સંખ્યા 80 હતી તથા રેવન્યુ વિઝિબિલિટી 363 મિલિયન યુએસ ડોલર હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.