અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ અને ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાઈ
વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને લેવાને કારણે
ઉત્તર મધ્ય રેલવે ઝાંસી મંડળ ના વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવાને કારણે અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશ્યલ અને ઓખા ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચાલશે. જે આ પ્રમાણે છે:
1. 25 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન (કુલ 5 ટ્રીપ્સ) તેના નિર્ધારિત માર્ગ ગુના-બીના-વિરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર સેન્ટ્રલ ને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ વાયા ગુના-શિવપુરી-ગ્વાલિયર-ભીંડ ઈટાવા-કાનપુર સેન્ટ્રલ થઈને ચાલશે.
2. 21 ઓગસ્ટ થી 18 સપ્ટેમ્બર 2023 સુધી દરભંગા થી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન (કુલ 5 ટ્રીપ્સ) તેના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ-બીના-ગુનાને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-ઈટાવા-ભીંડ-ગ્વાલિયર-શિવપુરી-ગુના થઈને ચાલશે.
3. 20 ઓગસ્ટ થી 17 સપ્ટેમ્બર 2023 સુધી ઓખા થી ઉપડનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન (કુલ 5 ટ્રીપ્સ) તેના નિર્ધારિત માર્ગ ગુના-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-ગ્વાલિયર ને બદલે ડાયવર્ટ કરેલા માર્ગ વાયા ગુના-શિવપુરી-ગ્વાલિયર થઈને ચાલશે.