ખાડિયામાં ગેરકાયદે રીતે બનેલું રહેણાંકનું આખું મકાન તોડી નખાયું
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાં ગેરકાયદે બાંધકામો સાથેની સઘન ઝૂંબેશ વચ્ચે કોઈ કારણસર અટકી ગઈ હતી. જે હવે ફરી આરંભાઈ છે. બે દિવસ પહેલા દરિયાપુર વોર્ડમાં આવેલી નવી વડવાળી પોળમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ હથોડા ઝિંક્યા હતા
અને ગઈકાલે ખાડિયામાં આસ્ટોડિયા દરવાજા પાસેના ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધીના રહેણાંક સ્કીમના ગેરકાયદે બાંધકામને તંત્રએ જમીનદોસ્ત કરી નાખ્યું હતું. ખાડિયાના આસ્ટોડિયા દરવાજા પાસેના રર૩૪, ગુંદી વાડ, ભૂતની આંબલી પાસે માલિક (કબજેદાર) મોહમ્મદ હનીફ કલંદર ખાન, હબીબ ખાન અબ્દુલા ખાન,
કલંદર ખાન હબીબ ખાન અને અન્યો દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોરનું આશરે ૧,૮૮પ ચોરસ ફૂટનું ગેરકાયદે પાકું બાંધકામ ઊભું કરાયું હતું. રહેણાંક સ્કીમ પ્રકારના કુલ પાંચ યુનિટના આ બાંધકામ સાથે તંત્રએ જીપીએમસી એક્ટની કલમ ર૬૦ (૧) અને ર૬૦ (ર) હેઠળ નોટિસ ફટકારી હતી.
તેમજ આ બાંધકામને એક વાર સીલ પણ કરવામાં આવ્યું હતું. જાે કે બાંધકામકર્તા દ્વારા ગેરકાયદે બાંધકામ ચાલુ રખાતાં ગઈ કાલે એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા ખાડિયા પોલીસ સ્ટેશનના ચુસ્ત બંદોબસ્ત હેઠળ બ્રેકર મશીન, ગેસ કટર, દબાણ ગાડી તથા ખાનગી મજૂરોની મદદથી તેને તોડી નખાયું હતું.
શાહપુરમાં દિલ્હી દરવાજાથી દૂધેશ્વર રોડ પરના બીઆરટીએસ રૂટ હેઠળના દિલ્હી દરવાજા પાસે આવેલા આશરે ર૬૯ ચોરચ ફૂટના ધાર્મિક દબાણને પણ એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે માધુપુરા પોલીસ સ્ટેશનનો ચુસ્ત બંદોબસ્ત મેળવાયો હતો. જેસીબી, બ્રેકર મશીન, દબાણ ગાડી તથા ખાન ગી મજૂરોની મદદથી આ ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું હતું.