પુત્રવધૂએ વિકૃત સસરા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ઈન્દિરાબ્રિજ સર્કલ નજીકની ઘટનાઃ પુત્રવધૂએ ઘરેથી જતાં રહેવાનું કહેતાં સસરાએ તેની લાજ લેવાની કોશિશ કરી હતી
અમદાવાદ, પિતા સમાન કહેવાતા સસરાએ પુત્રવધૂની લાજ લેવાની કોશિશ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. દીકરો કામ પર જતાં ખોરી નિયત સાથે સસરા પુત્રવધૂને મળવા માટે આવ્યા હતા. જ્યાં તેમણે પુત્રવધૂને કહ્યું હતું કે હું તને વીસ હજાર રૂપિયા આપું છું તું મારી સાથે સૂઈ જા.
પુત્રવધૂએ સસરાને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું તો સસરાએ પોતાની હસવની ભૂખ મીટાવવા માટે પુત્રવધૂ સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. પુત્રવધૂએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં સસરા નાસી છૂટ્યા હતા.
શહેરના ઈન્દિરાબ્રિજ નજીક રહેતી નીલમ (નામ બદલ્યું છે)એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મામુ નામના આધેડ સસરા વિરૂદ્ધ છેડતીની ફરિયાદ કરી છે. નીલમના લગ્ન અનિલ સાથે ઈન્દિરાબ્રિજ નજીક થયા છે. હાલ નીલમ તેના પતિ અને પાંચ વર્ષના પુત્ર સાથે રહે છે અને કામકાજ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
નીલમના સસરા મામ ુતેનાથી ઘરથી થોડા દૂર રહે છે. ગઈકાલે નીલમ પોતાનું કામ પતાવી ઘરે આવી ત્યારે સસરા મામુ આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. આ મામલે નીલમે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
પોલીસ સ્ટેશનમાં અરજી આપીને નીલમ ઘરે આવી ત્યાર સસરા મામુ પરત આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે હું તને વીસ હજાર રૂપિયા આપું છું તું મારી સાથે સૂઈ જા. સસરાની વાત સાંભળીને નિલમ ગિન્નાઈ હતી અને ના પાડતાની સાથે જ ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું.
સસરાએ નીલમને પોતાની હવસનો શિકાર બનાવાનું નક્કી કરી લીધું હોય તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને બળ વાપરીને જમીન પર પાડી દીધી હતી. સસરા શરીર સંબંધ બાંધવા બળજબરી કરી રહ્યા હતા ત્યારે નીલમે બૂમાબૂમ કરી દીધી હતી.
નીલમની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સસરાને ઝડપી લીધા હતા. સસરા બળ વાપરીને નાસી ગયા હતા. જ્યારે નીલમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નીલમે આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી છે. પોલીસે નીલમની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.