Western Times News

Gujarati News

એક એવો અબજાેપતિ છે જેણે અમર બનવાની જીદમાં સગા દીકરાનું લોહી લીધું

રોજની ૧૧૦ ગોળી ખાય છે

બ્રાયને ઉમેર્યું હતું કે હું માનું છું કે હંમેશાં જીવવું સંપૂર્ણપણે શક્ય છે, હું મારા તમામ ર્નિણયો અલ્ગોરિધમ્સની મદદથી લઉં છું

અબજાેપતિ અમર થઈ જવા માંગે છે, સગા દીકરાનું લોહી લીધું

પુત્રનું લોહી બદલાવીને પણ યુવાની પાછી ન આવી, અમેરિકન અબજોપતિનું અમર બનવાનું સપનું તૂટી ગયું

નવી દિલ્હી, પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ અમર હોઈ શકે નહીં, આ વાત તો આપણે બધા જાણીએ છીએ. સૌ કોઈ માટે એક નિયતિ છે, જે આવ્યો છે તેણે જવાનું છે. પણ એક એવો અમેરિકન બિઝનેસમેન છે જેણે અમર બનવાની જીદ પકડી રાખી છે. તેણે પ્રતિજ્ઞા લીધી છે કે તે આ સદીમાં મરવા માંગતો નથી. A billionaire took the blood of his own son to become immortal

એટલા માટે થોડા દિવસો પહેલા તેણે પોતાના યુવાન પુત્રનું લોહી પોતાને માટે ચડાવ્યુ હતું. હવે તેણે ખુલાસો કર્યો છે કે તે યુવાન રહેવા માટે દરરોજ ૧૧૦ ગોળીઓ લે છે. હંમેશા એક જ નિશ્ચિત સમયે સૂવું અને ૧૧ વાગ્યા પછી ક્યારેય ખાવું નહીં. આ વ્યક્તિએ પોતે જ પોતાના ડાયટ પ્લાનનો ખુલાસો કર્યો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો કે આ વ્યક્તિ કેટલી હદે અમર થવા માટે મહેનત કરી રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ કેલિફોર્નિયાના ટેક જાયન્ટ બ્રાયન જાેન્સનની. હંમેશ માટે અમર રહેવા અને સ્વસ્થ રહેવા માટે, તેણે પ્રકૃતિના નિયમો બદલવાનું નક્કી કર્યું છે.

આ અઠવાડિયાના ઝ્રઈર્ં પોડકાસ્ટમાં તેણે પોતાની રૂટિનનો ખુલાસો કર્યો છે. બ્રાયને ઉમેર્યું હતું કે હું માનું છું કે ‘હંમેશાં જીવવું’ સંપૂર્ણપણે શક્ય છે. હું મારા તમામ ર્નિણયો અલ્ગોરિધમ્સની મદદથી લઉં છું. હું મારા મનને ર્નિણય લેવાનો અધિકાર આપતો નથી. હું તેને આદેશ આપું છું કે શું કરવું. મન આપણને શા માટે આદેશ આપશે? તેને કંટ્રોલ કરવા માટે સૌથી મહત્વની વસ્તુ ઊંઘ છે. હું મારી ઊંઘની ગુણવત્તા માપું છું. તમને જાણીને નવાઈ લાગશે કે ૬ મહિનાથી મારી ઊંઘની ગુણવત્તા ૧૦૦% રહી છે.

એટલે કે મારું શરીર એકદમ ફિટ છે. તેને કોઈ સમસ્યા નથી. ૪૫ વર્ષીય બ્રાયને કહ્યું હતું કે, મરવું જ નહીં એ મારું સૂત્ર છે અને અમે તેને પૂર્ણ કરીને બતાવીશું. મારું મુખ્ય લક્ષ્ય એ છે કે હું ૨૧મી સદીમાં મરવા નથી માંગતો. આ માટે હું દરેક પ્રયાસ કરવા તૈયાર છું. આ કારણોસર, મેં મારા ૧૭ વર્ષના પુત્રનું પ્લાઝ્‌મા ઇન્જેક્ટ કરાવ્યુ હતુ. જેને પૃથ્વી પર આવવું છે તેણે મરવું પડશે. એ વાતને હું ખોટી સાબિત કરવા માંગુ છું, તેમણે કહ્યું હતુ કે હું દુનિયાને કહેવા માંગુ છું કે જાે કોઈ વ્યક્તિ નક્કી કરી જ લે તો તે ઈચ્છે ત્યાં સુધી જીવી શકે છે.

આ ટેક મુગલે ખુલાસો કર્યો છે કે તે દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્યે સૂઈ જાય છે. તે સામાજિક જીવન માટે સારું નથી લાગતું, પરંતુ તમારું શરીર તેની સાથે ફિટ રહેશે. બ્રાયન કહે છે કે, હું જ્યારે સવારે જાગી જાઉં છું ત્યારે મોટાભાગે ચાર-પાંચ કલાક સુધી કોઈની સાથે વાત કરતો નથી. આ કારણે મારી વિચારવાની ક્ષમતા વધે છે. હું સવારે ૬ થી ૧૧ વચ્ચે બધું જ ખાઉં છું. તે પછી કંઈપણ ખાતો નથી. હું દરરોજ ૨૨૫૦ કેલરી ખોરાક લઉં છું અને તે સંપૂર્ણપણે શાકાહારી છે. તે કહે છે કે વાઇન પણ સવારે પીવી જાેઈએ, પરંતુ દિવસમાં માત્ર ૩ ઔંસ જેટલી જ. બ્રાયને કહ્યું હતુ, મેં મારી ઊંઘ પ્રમાણે જ લાઈફસ્ટાઇલ સેટ કરી છે.

તમે જે ખાઓ છો તેને પચવામાં ઓછામાં ઓછા આઠ કલાક લાગે છે. મેં આના પર કેટલાક પ્રયોગો કર્યા છે અને તારણનાં આધારે નક્કી કર્યું કે હું ખાલી સૂઈ જાવ તો ઊંઘ પણ સારી આવી છે. તે પોતાના દિવસની શરૂઆત ‘સુપર વેજીસ’ના બાઉલ સાથે કરે છે જેમાં આદુ, બ્રોકોલી, કોબીજ, લસણ અને ભાંગનાં બીજ સાથે એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ અને કોકોનો સમાવેશ થાય છે. બ્રાયને એમ પણ કહ્યું હતુ કે, હું ક્યારેય કોઈની સાથે બેડ શેર નથી કરતો અને રાત્રે ૮.૩૦ પછી સેક્સ પણ નથી કરતો. હું સિંગલ છું.

લોકો જીવનભર મીઠી ચીઝ ખાય છે અને પછી સુગર ફ્રી ખાવાનું શરૂ કરે છે. આનાથી કોઈ ફાયદો થતો નથી. તેણે કહ્યું હતું કે, અમે સુપર ઈન્ટેલિજન્સ બનવાથી થોડાક જ ડગલાં દૂર છીએ. આપણે કોઈપણ રીતે આકાર કે વસ્તુથી બતાવી શકતા નથી કે ભવિષ્ય કેવું હશે. માત્ર એક જ વસ્તુ જે આપણે કહી શકીએ કે, એકબીજાને મારશો નહીં અને છૈં ને ઓછો આંકશો નહીં. તે ભોજનમાં પોટેશિયમ ક્લોરાઇડ સિવાય કોઈ મીઠું કે મસાલો ઉમેરતા નથી. તે કહે છે કે તે એક દિવસમાં લગભગ એક કિલોગ્રામ શાકભાજી ખાય છે અને તેમાં ડાર્ક ચોકલેટ મિક્સ કરે છે જેથી ગળ્યું ખાવાની તલપ દૂર થાય. ત્યારબાદ બેરી અને પ્રોટીન સાથે મિશ્રિત મેકાડેમિયા નટ્‌સની ‘ડેઝર્ટ પણ આહારમાં લે છે’.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.