Western Times News

Gujarati News

ટ્રાફિક પોલીસના કર્મચારીઓને AC હેલ્મેટ આપવામાં આવ્યા

ટ્રાફિક પોલીસને પ્રાયોગિક ધોરણે એસી હેલ્મેટ અપાયા છે, જેને પહેરીને તેઓ આકરી ગરમીમાં ડ્યુટી કરી શકે

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હવે દિવસેને દિવસે ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. આવામાં કેટલાક લોકોની ડ્યુટી એવી હોય તો તેઓને તડકામાં પણ બહાર નીકળવુ પડે છે. ત્યારે ગમે તે મોસમમાં ચાર રસ્તા પર ઉભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે ગુજરાત પોલીસે મોટું પગલુ ભર્યું છે.

અમદાવાદ ટ્રાફિક કર્મચારીઓ માટે એક નવા પ્રકારનું હેલ્મેટ આવ્યું છે, જેના થકી હવે તેમને ગરમી નહિ લાગે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે નવા એસી હેલ્મેટ લાવવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે એસી હેલ્મેટ લાવવામાં આવ્યા છે. તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહિ તે નક્કી કરાશે.

ટ્રાફિક પોલીસને રોડ પર ડ્યૂટી કરતા સમયે અનેક ચેલેન્જિસનો સામનો કરવો પડે છે. પોલીસને વરસાદમાં રેઈનકોટ તો શિયાળામાં જેકેટ અને સ્વેટર મળે છે. પરંતુ ઉનાળાની ગરમીથી કેવી રીતે બચવું. હવે તેનો રસ્તો મળી ગયો છે. રાજ્યના પોલીસ વડાએ પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપ્યા છે.

પૂર્વ અમદાવાદના ૩ ટ્રાફિક પોઈન્ટ પર આ નવા AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરનગર ચાર રસ્તા પર હાલ તમને ત્રણ ટ્રાફિક પોલીસવાળા આવા અનોખા હેલમેટ પહેરેલા નજર આવશે.

આ એસી હેલ્મેટ ટ્રાફિકના જવાનોને ગરમીભર્યા વાતાવરણથી મુક્તિ અપાવશે. સાથે જ તેઓ તેને પહેરીને તડકામાં પણ ડ્યુટી કરી શકશે. ખાસિયતની વાત કરીએ તો છઝ્ર હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઈન જેવા જ છે, પરંતુ તેમાં મૂકાયેલો પંખો એસીની માફક હવા ફેંકે છે.

આ હેલ્મેટ બેટરીથી ચાલે છે, જેનો બેકઅપ પણ યોગ્ય છે. એકવાર ચાર્જ કર્યા બાદ કલાકો સુધી યુઝ કરી શકાય છે. બેટરીનો વાયર હેલ્મેટ સાથે જાેડેલો છે અને બેટરી એક કવરમાં હોય છે જેને પોલીસે તેમના કમરમાં ભરાવવાનું રહે છે. છઝ્ર હેલ્મેટ આંખ અને નાકમાં ધૂળ, ધૂમાડો કે તડકાની અસરથી પોલીસકર્મીઓને રક્ષણ આપશે.

કારણ કે, હેલ્મેટમાં એક ગ્લાસ આપેલો છે, જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે. આ એક ખાસ પ્રકારનું ગરમીમાં ઠંડક આપતું એસી હેલ્મેટ છે. સામાન્ય હેલ્મેટની જેમ જ તેને બેલ્ટથી અંદરની સાઈઝ નાની-મોટી કરી શકાય છે. તેની ખાસ ડિઝાઈનને કારણે તે કોઈપણ વ્યક્તિને માથા ફીટ થઈ જશે.

આ હેલ્મેટમાં અંદર એક નાનકડી મોટર થકી એકઝોસ્ટ ફેન આપવામાં આવ્યો છે. જે અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે. હેલ્મેટમાં ટેમ્પરેચર સેટ કરવા માટેની પણ સુવિધા આપવામાં આવી છે. જેનાથી અંદરનું ટેમ્પરેચર સેટ થઈ શકે છે. આ હેલ્મેટને બેટરી વડે ચલાવી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.