મહિનામાં ૧૦૦ ફ્લેટ જાેયા છતાં ભાડે ઘર નહીં મળતા દુઃખી થઈ આકાંક્ષા જુનેજા
તેણે કહ્યું, ‘તેઓને કલાકારોથી શું સમસ્યા છે? તેઓ શા માટે વિચારે છે કે અમે સમસ્યા ઊભી કરીશું? અથવા ત્યાં પાર્ટી અને અવાજ કરીશું?
મુંબઈ,
ટીવી શૉ કુંડલી ભાગ્યમાં જાેવા મળેલી અભિનેત્રી આકાંક્ષા જુનેજાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં તેણે ૧૦૦ ફ્લેટ જાેયા છે, પરંતુ કોઈ તેને રાખવા તૈયાર નથી. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “મેં છેલ્લા એક મહિનામા ૧૦૦ ફ્લેટ જાેયા છે, પરંતુ દરેક જગ્યાએ બધાએ ના પાડી છે. કેટલીક ડીલ પણ થઈ હતી, પરંતુ જેમ મકાનમાલિકને ખબર પડી કે હું એક અભિનેત્રી છું તો તે ડીલ પણ રદ કરવામાં આવી હતી. Akanksha Juneja is saddened by not getting a house on rent in Mumbai
આકાંક્ષા જુનેજાએ કહ્યું, ‘હું એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં ચક્કર લગાવું છું. મેં ફોટો જાેઈને ફ્લેટ ફાઈનલ કર્યો અને ચેક લઈને માલિક સાથે ફાઈનલ મીટિંગ માટે ગઈ હતી. પરંતુ જેમ તેઓને મારા પ્રોફેશન વિશે ખબર પડી તો તેમણે એવું કહીને ના પાડી દીધી કે તે કલાકારોને ફ્લેટ નથી આપતા. અગાઉ પણ મને એક ફ્લેટ ગમ્યો હતો જે મારા બ્રોકરે દેખાડ્યો હતો. પરંતુ જેમ તેને મારા એક્ટર હોવાની જાણ થઈ તો તેણે કહ્યું કે આ ફ્લેટ અત્યારે ભાડા માટે નથી.
એક્ટ્રેસ આકાંક્ષાએ જણાવ્યું કે કેટલીક સોસાયટીઓએ એક્ટર્સને ભાડા પર ફ્લેટ ન આપવાનો ખૂબ જ કડક નિયમ બનાવ્યો છે. આકાંક્ષાને સમજાતું નથી કે કલાકારોને ભાડા પર ઘર આપવાની ના કેમ પાડવામાં આવે છે? તેણે કહ્યું, ‘તેઓને કલાકારોથી શું સમસ્યા છે? તેઓ શા માટે વિચારે છે કે અમે સમસ્યા ઊભી કરીશું? અથવા ત્યાં પાર્ટી અને અવાજ કરીશું? આ એક સામાન્ય ધારણા છે અને તેને બદલવાની જરૂર છે.
આટલી બધી બિલ્ડીંગોમાં એજન્ટોને સ્પષ્ટ કહેવામાં આવે છે કે તેઓ એક્ટર્સ અને બેચલર્સને ભાડા પર ફ્લેટ નહીં આપે. તે દુઃખદ છે કે હું બંને કેટેગરીમાં આવું છું. તેથી મુંબઈમાં ભાડા પર ઘર શોધવાનો મામલો સિંગલ એક્ટર્સ માટે ખૂબ જ પીડાદાયક છે.
આકાંક્ષા જુનેજાએ કહ્યું કે તે સરકારને એક પરિપત્ર જાહેર કરવા અપીલ કરે છે કે જેથી તેના જેવા એક્ટર્સ લોકોને મદદ મળી શકે. તેઓને તેમના મૂળભૂત અધિકારો પણ મળે. અભિનેત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા આપણે માત્ર સમસ્યાને જ હાઈલાઈટ કરી શકીએ છીએ, પરંતુ તેનો ઉકેલ શોધી શકતા નથી.ss1