દાહોદના શિવભક્ત પરિવાર દ્વારા 14 કિલો ચાંદીનુ ત્રિશુળ સોમનાથ મહાદેવને શિવાર્પણ
શ્રી વિષ્ણુપુરાણ કથાના તૃતિય દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ -ભક્તો હર નિ ભૂમિ પર હરિનો જન્મ દિન ઉજવી માસિક શિવરાત્રિએ ધન્ય બન્યા….
આજરોજ સપ્ત સકાર સોમનાથ ની ભૂમિ માં થયેલા, જેમાં સરસ્વતીજી, સમુદ્ર, સોમવાર, શિવરાત્રિ,સોમનાથ મહાદેવના દર્શન અને શ્રી વિષ્ણુ પુરાણ કથા સત્સંગ સત્ર…..
તા.14-08-2023,સોમવાર
शिवाय विष्णुरूपाय, शिव रूपाय विष्णवे, शिवस्य हृदयं विष्णु, विष्णोश्च हृदयं शिव:।
ભગવાન શિવ ના હ્રદયમાં વિષ્ણુ શિવ બિરાજમાન કરે છે, અને વિષ્ણુ ના હ્રદયમાં ભગવાન શિવ બિરાજમાન છે.
આજે પ્રભાસની ભૂમિ પર કથા પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, રાજ્યના પુર્વ માહિતી કમિશ્નર દિલીપભાઇ ઠાકર, શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ, સહિત ભક્તો ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રસંગે દાહોદના શિવભક્ત બદ્રીપ્રસાદ દુબે પરિવાર દ્વારા 14 કિલો ચાંદીનુ ત્રિશુળ સુવર્ણ મંડીત સોમનાથ મહાદેવને શિવાર્પણ કરેલુ હતુ, આ પ્રસંગે દાતા પરિવારનુ ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવેલ હતું.