Western Times News

Gujarati News

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું

આણંદ, આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.

કેટલાક ગુન્હેગારો જુના મોબાઈલના આઈ.એમ.ઈ.આઈ. નંબર સાથે ચેડા કરી ગુન્હાહીત ઉપયોગ કરતા હોય છે, તેમજ સીમકાર્ડ ડીલરો ગ્રાહકના બોગસ/અપુરતા ઓળખના આધારોથી સીમકાર્ડ વેચાણ તથા એક્ટીવેટ કરાવતા છે.

જેને પરીણામે ગુન્હેગારો પોતાની ઓળખ છુપાવીને મોબાઈલ હેન્ડસેટ તથા સીમકાર્ડ મેળવીને આવા મોબાઈલથી ખંડણી, ધમકી, અપહરણ, સતામણી, દારૂ તથા જુગાર સંબંધી ગુન્હોઓ કરતા હોય છે. આવા ગુન્હાઓને અટકાવવા માટે નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે.

આ જાહેરનામા મુજબ નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલાં તેમના રજિસ્ટરમાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનાર તથા વેચનારની ઓળખ અંગેની તમામ વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે, જે મુજબ નવા મોબાઇલ/હેન્ડસેટ વેચાણનું રજીસ્ટર, જુના મોબાઇલ ખરીદવા અંગેનું રજિસ્ટર, જુના મોબાઇલ વેચવા અંગેનું રજીસ્ટર તથા સીમ કાર્ડ વેચાણ અંગેનું રજીસ્ટર અદ્યતન રાખવાનુ઼ રહેશે.

કોઇપણ વ્યકિત મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી રહેશે. આ ઉપરાંત સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે, તેમજ સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા રીટેલરની ૧ માસ સુધી રહેશે.

આ જાહેરનામું તા.૧૩/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, તેમજ આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.