Western Times News

Gujarati News

યુવાની જેલમાં વિતાવીને પણ દેશને સ્વતંત્ર અપાવવામાં ફાળો આપ્યો છે તે વિર જવાનોને શ્રદ્ધાજંલી

દેશને આઝાદી મળતા પહેલા દેશના યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતીમાં ઝીલી તેમજ યુવાની જેલમાં વિતાવીને પણ દેશને સ્વતંત્ર અપાવવામાં ફાળો આપ્યો છે તે વિરજવાનોને આજે શ્રદ્ધાજંલી.- શ્રી સી.આર.પાટીલ

BJP: શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ધ્વજવંદન કર્યુ

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા યાત્રા પાછળ જે હેતુ છે તે સિદ્ધ થયો છે અને દેશના યુવાનોમાં દેશ માટે પ્રેમ વધી રહ્યો છે. – શ્રી સી.આર.પાટીલ

વિશ્વના સૌથી મોટા લોકશાહિ ધરાવતા ભારત દેશના ઇતિહાસમાં 15મી ઓગષ્ટનો દિવસ લાલ રંગથી લખાયો છે. આજ  દિવસે ખૂબ લાંબા સંઘર્ષ પછી દેશને સ્વતંત્રતા મળી.આ ક્ષણને જીવંત રાખવા અને સ્વતંત્ર અને સ્વતંત્રતાની ભાવના માણવા માટે સ્વતંત્રા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજના દિવસે સેંકડો મહાન સ્વતંત્ર્ય સેનાનીઓએ  સંઘર્ષમાં ગુમાવેલ બલિદાન અને જીવનને યાદ કરી શ્રદ્ધાજંલી અર્પણ કરવાનો દિવસ છે ત્યારે આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ધ્વજ-વંદન કાર્યક્રમ આંનદ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે યોજાયો હતો.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ તીરંગો લહેરાવી રાષ્ટ્રીગીતનું પઠન કરી દેશના 77માં સ્વતંત્રના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ભારત માતાની પ્રતિમાને પ્રદેશ અધ્યક્ષશ્રી સહિત સંગઠનના મહાનુભાવોએ પુષ્પો અર્પણ કર્યા તેમજ ઓટો રિક્ષા એસોશિયેશન દ્વારા વિશાલ રીક્ષા રેલીની તીરંગા યાત્રાને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રસ્થાન કરાવ્યું.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ આ પ્રસંગે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે 77માં સ્વતંત્રના દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

છેલ્લા 2 વર્ષથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા ની પ્રેરણાથી આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને હર ઘર તિરંગા અભિયાનમાં નગરજનોએ ઉત્સાહપુર્વક ભાગ લઇ તેમના ઘરે તિરંગો લહેરાવ્યો છે.

આપણા દેશની આવનાર પેઢીને આ સ્વતંત્રતા મળતા પહેલા શહિદોએ અંગ્રેજોની ગોળી છાતીમાં જીલી અને જે યુવાનોએ દેશ માટે શહિદિ વ્હોરી છે તેમજ યુવાનોએ તેમની જવાની જેલમાં ખૂબ જ પિડાદાયક કષ્ટ વેઠીને ગુજારી છે તો આ સમયે તેમને સાચા રૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, 14મી ઓગષ્ટે ભારતનું વિભાજન થયું અને ત્રણ ટુકડા થયા તેની અંદર 20 લાખથી વધુ લોકો હોમાયા તેમને યાદ કરીએ તેટલે વિભાજન વિભીષીકા દિવસ નિમિત્તે મશાલ રેલી અને મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે.

આજના આ પર્વમાં જે શહિદોએ જે સ્વતંત્રતા મેળવવામાં તેમની આહુતી આપી છે તેમને યાદ કરીએ છીએ અને સંકલ્પ પણ કરીએ છીએ કે આ તીરંગાને લહેરાવતો રાખવા માટે દેશની સામે આવનાર કોઇ પણ જોખમમાં આ દેશનો દરેક વ્યક્તિ તેની આહુતી આપવા અચકાશે નહી અને જે શહિદોની કલ્પના હતી કે ભારત દેશ કેવો હોવો જોઇએ

તો દેશને પ્રગતીના પંથે લઇ જવા માટે દરેક નાગરિક યોગદાન આપે તેવો સંકલ્પ કરવો જોઇએ. મને વિશ્વાસ છે કે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા યાત્રા પાછળ જે હેતુ છે તે સિદ્ધ થયો છે અને દેશના યુવાનોમાં દેશ માટે પ્રેમ વધી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.