વલસાડને સ્વાતંત્ર્ય દિને 138 કરોડના વિકાસ કામોની ભેટ
આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડોના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું.
77માં સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન. https://t.co/JTlXWxek3m
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2023
જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું. આજે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાઈ રહ્યો છે. આજે પોલીસ વિભાગે 1500 જેટલી પોલીસ બહારથી બોલાવી છે.
વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
આજે ભુપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા. આ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાવમાં આવશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે.
આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ. આ સિવાય તેમણે કહ્યું હતું કે બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે, આદીજાતીના બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી છે, આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.