અજાણી વ્યકિત દ્વારા ઝેરી ચણ ખવડાવતાં 100 કબુતરોનાં મોત

પ્રતિકાત્મક
ચોટીલાનાં દેવસરગામની સીમમાં ૧૦૦થી વધુ કબુતરોનાં ટપોટપ મોત -કોઈએ ઝેરી અખાધ ચણ નાંખી ? પક્ષીઓનાં મોતનું કારણ જાણવા પૃથ્થકરણ કરાશે
ચોટીલા, ચોટીલાનાં દેવસર ગામની સીમીમાં ૧૦૦થી વધુ કબુતરોના મોત થયાની ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં અબોલ પક્ષીઓઅના મૃત્યુ નીપજતા જીવદયા પ્રેમીઓને અરેરાટી ફેલાઈ છે. આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠયાં છે. વન વિભાગ દ્વારા તપાસ આદરવામાં આવી છે.
દેવસર ગામની સીમમાં ખેતરાવ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ નીપજયાં છે. સ્થાનીક લોકોનાં જણાવ્યા મુજબ સ્થાનીક લોકોનાં જણાવ્યા મુજબ બે ચાર ખેતરમાં બે દિવસ પહેલા પારેવાએ ટપોટપ તરફડીને મરણ પામી છુટા છવાયા પડેલા મળી આવ્યા હતા. તેમજ એક ચકલું અને હોલું પણ મૃત્યુ પામ્યું છે. અલગઅલગ સ્થળેથી એકઠા કરેલા પક્ષીઓમાં ૧૦૦થી વધુ કબુતરોના મૃતદેહ મળી આવ્યા છે.
સમગ્ર બનાવની ગામનાં લોકોએ વન વિભાગને જાણ કરતા વન કર્મીઓ ગત રાત્રીનાં દોડી ગયા હતા અઅને ઘટના અંગે તપાસનો ચક્રો ગતીમાન કર્યા છે. ત્યારે પેટ્રોલીગ કેવું અને કેટલું થતું હશે તે તપાસનાં વિષય સમાન છે. અરેરાટી સાથે ચકચાર જગાવતી ઘટનામાં કોઈએ ઝેરી ખાધ ચણ નાખી કે અન્ય કંઈ છે
તેવા સવાલો સ્થાનીક લોકો અને જીવદયા પ્રેમીઓ ઉઠાવી રહયા છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃત પક્ષીઓના પીએઅમ કરાવાવમાં આવ્યા છે તેમજ વેટરનરી ડોકટર દ્વારા પક્ષીઓના મોતનું સચોટ કારણ શોધવા પૃથ્થકરણ હાથ ધરાશે.
જીવદયા પ્રેમીઓમાં કહેવા મુજબ સમગ્ર ખેતરમાં વેરાયેલા ચણ તેમજ વિસેરાની લેબોરેટરી અને એફએસએલની ચકાસણી પણ કરાય તેવી રજુઆત મીડીયા સમક્ષ કરવામાં આવી છે.