ઘોડાની સવારી બાબતને લઈને બે જુથ વચ્ચે અથડામણ: શાકભાજીની લારીઓને નુક્સાન
વિરપુર: મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ઘોડે સવારી જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતાં વિરપુર માં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું આ ઘટનાની જાણ વિરપુર પોલીસ થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડી દેવામાં આવ્યો હતો
વિરપુર ખાતે છેલ્લા કેટલા દિવસોથી શાળા છુટવાના સમયે એક વ્યક્તિ દ્વારા ઘોડે સવારી કરી સ્કૂલના નાના બાળકોના અવર જવરના રસ્તે ઘોડાને ડાન્સ કરાવતો હતો જેનાથી સ્કૂલ નાના બાળકો ગભરાયા હોવાથી ઘોડે સવારી કરી રહેલા એક વ્યક્તિને બીજી વ્યક્તિએ ઘોડે સવારી નો સમય બદલી નાખો અથવા તો સ્થળ બદલી કરવા જણાવતા ઘોડે સવારે ઠપકો આપવા આવે બીજા જુથના વ્યક્તિને માર મારતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને જુથના ટોળા સામસામે આવી જતા વિરપુર નું વાતાવરણ તંગ બની ગયું હતું
આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતા વિરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિતના પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો જોકે બંને સમાજના આગેવાનો આવી જતાં તેમજ ઉર્ષનો મેળો ચાલુ હોવાથી વધારે કોઈ અનીચછીત બનાવ ના બને તે બાબતને ધ્યાનમાં લઈને સમાધાન કરવામાં આવ્યું હતું. વિરપુરમાં થયેલ બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ લારીવાળા દંડાયા. મહિસાગર જિલ્લાના વિરપુરમાં ઘોડે સવારી ને લઈ બે જુથ વચ્ચે થયેલ માથાકૂટમાં વીરપુર બજારમાં નાસભાગ થતાં ફ્રુટ તથા શાકભાજીની લારિયો લઈ વેપાર કરતા લારીવાળાઓને લારીઓને ઉંધી કરી નાખવામાં આવી હતી જેને લઇ લારી નો સામાન રસ્તા ઉપર વેરવિખેર થઇ જવા પામ્યો હતો…