ભારત-પાકિસ્તાન મેચ પહેલાં અમદાવાદમાં હોટલનું ભાડું 2.5 લાખ રૂ. પહોંચ્યુ
આ મહાસંગ્રામની ટિકિટનું વેચાણ હજુ શરૂ થયું નથી-અમદાવાદના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં પણ હોટલ ઉપલબ્ધ રહેશે નહીં,સ્થિતિ એવી થશે કે તમામ નાની-મોટી હોટેલો, ફ્લેટ પણ બુક થઈ જશે
હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ ૧૩ થી ૧૫ ઓક્ટોબર વચ્ચે ૫ ગણો વધારો જાેવા મળશે.
અમદાવાદ, ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કરનો અર્થ તમને અમદાવાદની તાજેતરની પરિસ્થિતિ પરથી મળી શકે છે, જ્યાં તમામ વસ્તુઓના ભાડાઓ વધી રહ્યા છે. હોટેલનો રૂમ હોય કે ફ્લાઇટની ટિકિટ હોય, તમામના ભાવ આસમાને પહોંચ્યા છે.
ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનું અંતિમ શેડ્યૂલ આવ્યું ત્યારથી અમદાવાદમાં હોટેલ બુકિંગમાં તેજી આવી છે. શહેરમાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. ત્રણથી ફાઇવ સ્ટાર હોટલનું ભાડું ૨૦ હજારથી ૨.૫ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
હાલ ટિકિટનું વેચાણ શરુ નથી થયુ, ત્યારે અમદાવાદથી ૧૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ૧૪ ઓક્ટોબરના દિવસે હોટલ રુમ બુક કરાવવો મુશ્કેલ બની રહ્યો છે.
હોટેલ એસોસિએશનનું કહેવું છે કે પ્રેસિડેન્ટ સ્યૂટનું બુકિંગ લગભગ એક લાખ રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધી થઈ રહ્યું છે. જ્યારે ટિકિટનું વેચાણ શરૂ થશે, ત્યારે અમદાવાદના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં પણ હોટલ ઉપલબ્ધ રહેશે નહીં. સ્થિતિ એવી થશે કે તમામ નાની-મોટી હોટેલો, ફ્લેટ પણ બુક થઈ જશે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ ૧૩ થી ૧૫ ઓક્ટોબર વચ્ચે ૫ ગણો વધારો જાેવા મળશે.
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ૨૦૨૩ની ટિકિટોનું વેચાણ ૨૫ ઓગસ્ટથી શરૂ થશે. ટિકિટ ૩ જુદા જુદા તબક્કામાં ઉપલબ્ધ થશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ૩ સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે.