કોર્ટમાં અફેર શબ્દનો ઉપયોગ થઈ શકશે નહીં
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોનો ઉપયોગ થઈ શકશે નહીં. સુપ્રીમે મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા આપત્તિજનક શબ્દોથી અંતર જાળવવાનું કહ્યું છે.
આ ઉપરાંત તેમના વિકલ્પ તરીકે કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે તે માટે હેન્ડબુક બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે જેન્ડર સ્ટીરિયોટાઈપ શબ્દોને દૂર કરવા માટે એક હેન્ડબુક લોન્ચ કરી છે. જે જજાેને કોર્ટના આદેશોમાં અનુચિત જેન્ડર શબ્દોના ઉપયોગથી બચવામાં મદદ કરશે.
સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડે હેન્ડબુક લોન્ચ કરતા કહ્યું કે તેમાં આપત્તિજનક શબ્દોની યાદી છે અને તેની જગ્યાએ કયા શબ્દોનો ઉપયોગ કરી શકાય, તે વિશે જણાવવામાં આવ્યું છે. આ શબ્દો આદેશ આપવામાં અને તેની કોપી તૈયાર કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. The word affair cannot be used in court
સીજેઆઈએ કહ્યું કે આ હેન્ડબુક તૈયાર કરવાનો હેતુ કોઈ ર્નિણયની ટીકા કરવાનો કે શંકા કરવાનો નથી પરંતુ એ જણાવવાનો છે કે જાણે અજાણ્ય રૂઢિવાદી પરંપરા ચાલી આવી રહી છે. કોર્ટનો હેતુ એ દર્શાવવાનો છે કે રૂઢિવાદીતા શું છે અને તેનાથી શું નુકસાન છે. જેથી કરીને મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક શબ્દોના ઉપયોગથી બચી શકાય.
અફેરની જગ્યાએ લગ્ન બહારના સંબંધ જેવા શબ્દનો ઉપયોગ કરવો. હેન્ડબુકમાં ૪૦ અયોગ્ય શબ્દની જગ્યાએ નવા શબ્દો જણાવવામાં આવ્યા છે. જેમ કે પ્રોસ્ટિટ્યૂટની જગ્યાએ સેક્સ વર્કર, અપરણિત માતાની જગ્યાએ માતા, કરિયર વુમનની જગ્યાએ મહિલા, કુંવારી કન્યાની જગ્યાએ અવિવાહિત યુવતી, હાઉસ વાઈફની જગ્યાએ હોમમેકર, ગુડ વાઈફની જગ્યાએ વાઈફ-(પત્ની), ઈન્ડિયન-વેસ્ટર્ન વુમનની જગ્યાએ મહિલા, ભડકાઉ કપડાં ને બદલે કપડા કે ડ્રેસ, પવિત્ર મહિલાની જગ્યાએ મહિલા, કીપ-મિસ્ટ્રેસને બદલે પારકા પુરુષ સાથે સંબંધ, સ્લટની જગ્યાએ મહિલા શબ્દોનો ઉપયોગ કરી શકાય.
આ ઉપરાંત ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂટની જગ્યાએ એવું બાળક જેની તસ્કરી કરાઈ હોય, આજ્ઞાકારી પત્નીની જગ્યાએ પત્ની, ઈવ ટીઝિંગની જગ્યાએ સ્ટ્રીટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ફેમિનાઈ હાઈજીન પ્રોડક્ટ્સની જગ્યાએ મેન્સ્ટ્રૂઅલ પ્રોડક્ટ્સ જેવા શબ્દો ઉપયોગમાં લેવા જાેઈએ.
આ ઉપરાંત આ હેન્ડબુકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે જજ કાયદાકીય રીતે યોગ્ય પરિણામો સુધી પહોંચતા હોવા છતાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ જે તે વ્યક્તિની વિશેષતા, સ્વાયત્તતા અને ગરિમાને કોર્ટમાં નબળી દર્શાવે છે. આ પ્રકારનો રૂઢિવાદ અન્યાયનું દુષ્ચક્ર ઊભું કરે છે. કોર્ટોએ ચુકાદામાં કર્તવ્યનિષ્ઠ પત્ની, પતિત મહિલા, વેશ્યા, ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂટ, ટ્રાન્સેક્સુઅલ, બાસ્ટર્ડ-નાજાયઝ, ફોર્સ્ડ રેપ જેવા શબ્દોનો ઉપયોગ ટાળવો જાેઈએ.
સુપ્રીમ કોર્ટની આ હેન્ડબુકમાં મહિલાઓ સંલગ્ન અનેક કથિત પૂર્વગ્રહોને દૂર કરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. જબરદસ્તીથી બળાત્કારની જગ્યાએ ફક્ત બળાત્કાર શબ્દનો ઉપયોગ કરવો જાેઈએ. હાઉસ વાઈફની જગ્યાએ હોમમેકર શબ્દનો ઉપયોગ થવો જાેઈએ. હેન્ડબુક મુજબ પ્રોસ્ટિટ્યૂટની જગ્યાએ સેક્સવર્કર શબ્દનો ઉપયોગ કરવો. સ્લટ શબ્દ ખોટો છે. તેની જગ્યાએ મહિલા કરી દેવો જાેઈએ. એ જ રીતે અપરણિત માતાની જગ્યાએ ફક્ત માતા શબ્દ વપરાશે. વેશ્યા શબ્દથી પણ બચવું જાેઈએ તેની જગ્યાએ ફક્ત મહિલા શબ્દનો ઉપયોગ કરવો જાેઈએ.SS1MS