Western Times News

Gujarati News

આનંદનગર રોડ પર કારે ૨ રિક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. હજી થોડા દિવસ પહેલાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મુદ્દો શાંત નથી થયો ને એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

ત્યારે હવે અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં એક કારચાલકે ૨ રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માત આનંદનગર રોડ પર સર્જાયો હતો. તેના કારણે ૨ લોકોને ઇજા પહોંચી હતી. આ બંને ઇજાગ્રસ્તોને હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, આનંદનગર રોડ પર આવેલા ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ ખાતે આ અકસ્માત સર્જાયો હતો. અહીં એક કારચાલકે એક ટેમ્પો, ગાડી અને ૨ રિક્ષાને ટક્કર મારી હતી. ત્યારબાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. બાદમાં પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને કારચાલકની અટકાયત કરી હતી. અત્યારે એવું જાણવા મળ્યું હતું કે, કારચાલકને ઘરે ઝઘડો થયો હોવાથી બહાર નીકળ્યા બાદ ભાન ન રહેતા આ અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ પોલીસે અકસ્માત સર્જવા પાછળનું કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, હજી થોડા દિવસ પહેલાં જ એસ. જી. હાઈવે પર મોડી રાત્રે તથ્ય પટેલ નામના યુવાને પૂરઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જ્‌યો હતો. તેના કારણે ૯ લોકોના જીવ ગયા હતા. જાેકે, આ અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ દોડતી થઈ હતી.

સાથે જ સમગ્ર શહેરમાં વાહનોના ચેકિંગથી લઈ તપાસ સુધીની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તેમ છતાં હજી પણ શહેરમાં અકસ્માત ઓછા થવાનું નામ નથી લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજે આનંદનગરમાં કારચાલકે એકસાથે ૨ રિક્ષાને અડફેટે લેતા ૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જાેકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.