Western Times News

Gujarati News

દુબઈમાં ફળો એકસપોર્ટ કરવાનાં બહાને ગઠીયાએ ૨૬ લાખની ઠગાઈ આચરી

અમદાવાદ: શહેરમાં એક વેપારી અગાઉ રાજકોટમાં ખાતે પેઢી ધરાવતા હતા એ સમયે થયેલી ઓળખાણને પગલે તેમણે દુબઈના એક વ્યÂક્તને ફળો તથા શાકભાજીનો રૂપિયા ૨૬ લાખથી વધુ માલ મોકલી આપ્યો હતો જા કે આ ગઠીયાએ વેપારીને થોડા ઘણા રૂપિયા આપ્યા બાદ પેમેન્ટ આપાવમાં ગલ્લા તલ્લા કર્યા હતા બાદમા તેને ફોન જ બંધ આવોત હોઈ વેપારી દુબઈ ખાતે પહોચ્યા ત્યારે આ ગઠીયો અમેરીકા ભાગી ગયો હોવાનું જાણીને તેમનાં પગ તળીથી જમીન સરકી ગઈ હતી.

વેપારી ધવલભાઈ ડાભી વસ્ત્રાપુર  તળાવ પાસે એક એપાર્ટમેન્ટમા રહે છે અને સિધુભવન રોડ ખાતે બાગાયતી ફળો તથા શાકભાજી એકસપોર્ટ કરવાનો ધંધો કરે છે પોતે કેટલાક સમય અગાઉ રાજકોટ ખાતે રહેતા હતા. એ સમયે રાજકોટના પીરામીડ ટાવર નજીક બંસીપાર્કમાં રહેતા હર્ષદલાલ ભગવાનલાલ ધોળકીયા સાથે થઈ હતી.

જા કે ધવલભાઈ અમદાવાદ આવી ગયા બાદ હર્ષદ સાથે ફોન પર વાતચીત થતી હતી એ વખતે હર્ષદ હાલ પોતે દુબઈમા છે અને ફળો તથા શાકભાજીમા સારો એવો નફો મળે છે તેવી લાલચ આપી હતી જેની વાતમાં આવી જઈ ધવલભાઈએ લાખો રૂપિયાનો માલ તેના સરનામે મોકલી આપ્યો હતો

આ સામાન મળતાં જ હર્ષદે તેનો સોદો પાડીને રૂપિયા સગેવગે કરી લીધા હતા અને ધવલભાઈને અમુક રકમ મોકલ્યા બાદ ગલ્લા તલ્લા કરતો હતો બાદમાં તેનો ફોન બંધ આવતાં છવ્વીસ લાખની રકમ લેવાની નીકળતા ધવલભાઈ પોતે અવારનવાર દુબઈ જઈને હર્ષદની તપાસ કરી આવ્યા હતા જા કે હર્ષદ ત્યાથી તમામ ધંધો સમેટી અમેરીકા ભાગી ગયો હોવાની જાણ થતા ધવલભાઈ પોતાની સાથે છેતરપીડી થયાની જાણ થઈ હતી જેના પગલે અમદાવાદમાં પરત ફર્યા બાદ તેમણે વ†ાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.