20 હજાર કરોડના સંરક્ષણ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી
ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલુંઃ સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાેના નિર્માણને મંજૂરી આપી
નવી દિલ્હી, ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે ૨૦ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાેના નિર્માણને મંજૂરી આપી છે.
આ જહાજ તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નેવીને બળતણ, શસ્ત્રો અને ખોરાક ભરવામાં મદદ મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર ટોચના સ્તરે મંજૂર કરાયેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયા છે, જેમાં પાંચ અદ્યતન જહાજાેનું નિર્માણ થવાનું છે.
પાંચ જહાજાેનું નિર્માણ વિશાખાપટ્ટનમ ખાતે સંરક્ષણ મંત્રાલયના હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાેના નિર્માણ માટે ભારતીય નેવી દ્વારા એચએસએલને નામાંકિત કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને આગામી ૮ વર્ષમાં આ જહાજાે બનાવીને નેવીને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ દરેક જહાજાેનું વજન અંદાજે ૪૫ હજાર ટન હશે. એચએસએલ દ્વારા પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાેનું નિર્માણ કરવામાં આવશે. કેટલાક ભારતીય ખાનગી વતી આ ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે મળીને કરવામાં આવશે. સ્વદેશી બનાવટના જહાજાે સરકારી નિર્દેશોને અનુરૂપ ભારતીય નેવીને આર્ત્મનિભરતાના લક્ષ્યોને પણ વેગ આપશે.
આ જહાજાે ઊંડા સમુદ્રી કામગીરી દરમિયાન નેવીના વિવિધ કાફલાઓને ખોરાક, બળતણ અને શસ્ત્રો સહિતની આવશ્યક સામગ્રી પૂરી પાડીને તેમની કામગીરીને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે લાંબા ગાળામાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોની ક્ષમતાઓને વેગ મળવાની અપેક્ષા છે.